ગોધરા,
ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડાની ઉપસ્થિતિમાં આગામી ભારત જોડો ન્યાય યાત્રાના કાર્યક્રમ અંગે બેઠક યોજવામાં આવી હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન સિહ પરમાર દ્વારા જિલ્લાની વિસ્તૃત કારોબારી ની અગત્ય મીટીંગ ગુજરાત વિધાનસભા કોગ્રેસના પક્ષના નેતા અને ગૂજરાત પ્રદેશ કોંગ્રસ સમિતીના માજી પ્રમુખ અમીત ચાવડાની અઘ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી. જેમાં પંચમહાલ લોકસભાના પ્રભારી ગ્યાસુદીન શેખ પંચમહાલ જિલ્લાના પ્રભારી ચીરાગ ભાઈ શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7મી માર્ચથી ગુજરાતમાં આવનાર છે, ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી દાહોદથી શરૂ થશે અને 10 માર્ચે પૂર્ણ થશે, ત્યારે ભારત જોડો ન્યાય યાત્રાના આયોજન માટે ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના અગ્રણી નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં ચૈતર વસાવાને ટિકિટ આપવા બાબતે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મતોના વિભાજનના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે,2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અને તેના એલાઇન્સને 35% જ મતો મળ્યા હતા અને 65% મતો વિરોધમાં પડ્યા હતા, મતોના વિભાજનના કારણે 2019 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી,લોકો સરકાર બદલવા માંગે છે અને જો સરકાર બદલવી હોય તો સરકાર વિરોધી જે મત છે તે વહેચાઈ ન જાય તે માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે.





