અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી નરેશ પટેલનો ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો પાસેથી માસિક હપ્તો ઉઘરાવવા માટે દમદાટી આપતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા પોલીસતંત્રની છબી ખરડાતા તબડતોડ સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે જિલ્લા પોલીસવડાની સખ્ત કાર્યવાહીથી પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે પોલિસતંત્રમાં ફરજ બજાવતા ઈમાનદાર અધિકારીઓ અને કર્મીઓએ SP શૈફાલી બારવાલની કામગીરીને આવકારી હતી.
શું છે સમગ્ર મામલો વાંચો..!!!
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વર્ષોથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓના હપ્તારાજ અને બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવવામાં ખાખીને દાગ લગાવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર વિવાદનો પર્યાય બની રહ્યું છે ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેશ પટેલ નામના પોલીસકર્મીનો છ મહિના જુનો વાહનચાલકો પાસેથી માસિક હપ્તો ઉઘરાવવા માટે દમદાટી આપતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા પોલીસતંત્રની છબી ખરડાઈ હતી આ અંગે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીની તબડતોડ લાઈવરીઝર્વ મૂકી દઈ હેડક્વાટર નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સોંપી ગણતરીના કલાકોમાં પોલીસકર્મી નરેશ પટેલને ફરજ મોકુફ કરી દીધો હતો
ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો નરેશ પટેલ નામનો ટ્રાફિક જવાન ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરતા વાહનચાલકોને રોડ પર ઉભા રાખી મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરીમાં વાહન હંકારવું હોય તો દર મહિને હપ્તો આપવો પડશે અને દસ તારીખ સુધીમાં પૈસા આપી દેવા પડશે કહી બિભસ્ત શબ્દ પ્રયોગ કરવાની સાથે વાહનચાલકોને દમદાટી આપતો હોવાથી પોલીસકર્મીના હપ્તરાજ અને લુખ્ખાગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વાહન ચાલકે પોલીસકર્મી નરેશ પટેલની ફિલ્મ ઉતારી લઇ સોશ્યલ મીડિયામાં અગમ્ય કારણોસર છ મહિના પછી વાયરલ કરતા પોલીસની છબી ખરડાઇ છે પોલીસકર્મીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા પોલીસવડાએ તબડતોડ પોલીસકર્મીની લિવ રિઝર્વમાં મૂકી દઈ સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયો અંગે હેડક્વાટર ડીવાયએસપીને તપાસનો આદેશ આપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી