અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલ પ્રોહીબીશની સખ્ત અમલવારી માટે કટિબદ્ધ હોવાથી બુટલેગરો અને વહીવટદારોમાં ફફડાટ ફેલાયો છે SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી છે શામળાજી પોલીસે વધુ એક વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી બોબીમાતા આંતરરાજ્ય સરહદ પરથી કારમાં દારૂ ભરી પસાર થતા પ્રાંતિજના રાધેશ્યામ નામના બુટલેગરને દબોચી લઇ કારમાંથી 28 હજારનો દારૂ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અગાઉ બુટલેગર રાધેશ્યામ મિસ્ત્રી સામે પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુન્હો નોધાઈ ચૂક્યો છે
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથધરી વિવિધ વાહનો મારફતે ગુજરાતમાં ઘુસાડતો લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે પ્રાંતિજના મજરા ગામમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો રાધેશ્યામ દશરથ મિસ્ત્રી નામનો બુટલેગર કાર સાથે રાજસ્થાનમાં પહોચી દારૂના ઠેકા પરથી દારૂ ભરી પરત ફરતાં બોબીમાતા આંતરરાજ્ય સરહદ નજીક શામળાજી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો શામળાજી પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-190 કિં.રૂ.27960/- નો જથ્થો જપ્ત કરી કુલ રૂ.1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી