અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ભેરુંડા ગામના અને સરકારી નોકરી અર્થે હાલોલને કર્મભૂમિ બનાવી સેવાકીય કાર્યોની ધૂની ધખાવનાર પ્રવીણ કુમાર.કે.રાજને તેમના વતનમાં આવેલ માતૃશાળાનું ઋણ અદા કરી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી માનવતા મહેકાવી હતી શાળા પરિવારે પ્રવીણ રાજનની સેવાકીય કાર્યોની સરહાના કરી હતી
હાલોલ લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવીણકુમાર.કે.રાજને તેમની માતૃશાળામાં અભ્યાસ કરતા બાલવાડી અભ્યાસ કરતા ભૂલકાઓથી લઈને ધો.10 સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ,શૂઝ વિતરણ કર્યા હતા જે વિદ્યાર્થીઓના પિતા હયાત ન હોય તેવા વિદ્યાર્થીઓના માતૃશ્રીઓને સાડીનું વિતરણ કરી તેમજ શિક્ષકોને ટ્રોફી અને સન્માન પત્રથી નવાજ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને બોલપેન વિતરણ કરી હતી આ પ્રસંગે ભેરૂન્ડા કેળવણી મંડળ પ્રમુખ રાજેન્દ્રકુમાર.પી.પટેલ, સીઆરસી જયેશ પટેલ, બીઆરસી હાર્દિક પટેલ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ કાર્યક્રમમાં ભેરુંડાના સરપંચ કમલેશભાઈ પટેલ વરિષ્ઠ નાગરિક હરીભાઇ કાપડીયા એસએમસીના ચેરમેન, કમિટીના સદસ્યો,ગામના અગ્રણીઓ અને જય ભીમ ફાઉન્ડેશન મોડાસાના પ્રમુખ અમૃતભાઈ પરમાર , રાકેશભાઈ વણકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સેવાકીય પ્રવૃતિનું પૂર્ણાહુતિ બાળકો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ગામના અગ્રણીઓએ પ્રીતિ ભોજન કરી પ્રવીણ રાજનની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી