ગોધરા,
પંચમહાલ જીલ્લા ગોધરા તાલુકાના પોપટપૂરા ખાતે આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ સમૂહ લગ્ન સમિતી દ્વારા ચારણ (ગઢવી) સમાજના 17 મો સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા ગુજરાતના વિવિધ જીલ્લામાંથી આવેલા 27 જેટલા નવદંપતીઓ પ્રભુતામા પગલા પાડીને પોતાના પ્રસન્ન દામપત્ય જીવનની શરુઆત કરી હતી. દાતાઓ તરફથી કન્યાદાન આપવામા આવ્યુ હતુ. આ પ્રંસગે સમાજના અગ્રણીઓ,દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે ચારણ ગઢવી સમાજના 17મા સમુહ લગ્ન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા લગ્નોત્સવ માં આઇ શ્રી કંકુકેશર માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમને નવદંપતીઓને આર્શિવાદ આપ્યા હતા.17માં કલ્યાણકારી સમૂહ લગ્નોત્સવમાં પંચમહાલ,વડોદરા,સુરેન્દ્રનગર,સુરત જિલ્લાના 27 જેટલા વરવધુઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.સાથે સાથે જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ પણ આપવામા આવી હતી. આ સમૂહ લગ્નમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી,સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ દાદુભા,આઇ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ ના પ્રમુખ લાભુભા ,ઉપ પ્રમુખ શામળાભા,મંત્રી જીવાભા સહિત સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરા- પોપટપૂરા ખાતે આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ સમૂહ લગ્ન સમિતી દ્વારા આયોજીત સમુહલગ્ન સમારોહમાં 27 નવદંપતીઓએ પ્રભુતામા પગલા પાડ્યા
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -