કોરોના બાદ સતત યંગસ્ટર્સમાં હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. ચિંતા એ વાતની છે કે રમત રમતા યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે.યુવાનો બેઠા બેઠા ઢળી પડવાની ઘટનાઓમાં મોત નીપજવાની ઘટનાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામના દુકાનમાં બેઠેલ યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી ગણતરીની સેકેન્ડમાં પ્રાણ પંખેરું ઉડી જતા ભારે ચકચાર મચી હતી પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી
ભિલોડા તાલુકાના મોટા કંથારીયા ગામનો 29 વર્ષીય જયદીપ પટેલ નામનો યુવક ધંધાર્થે કુવૈતમાં રહે છે થોડા મહીના અગાઉ વતનમાં આવ્યો હતો અને બે દિવસ પછી કુવૈત પરત ફરવાનો હોવાથી તૈયારીઓ પૂર્ણ કરી ઘરે દુકાનમાં બેઠો હતો ત્યારે અચાનક છાતીમાં ભારે દુખાવો ઊપડવાની સાથે હાર્ટ બેસી જતા દુકાનમાં ઢળી પડતા પરિવારજનો તબડતોડ યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારજનો અને સગા-સંબંધીઓ આઘાતમાં સરી પડ્યા હતા ૨૯ વર્ષીય આશાસ્પદ યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો