asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

અરવલ્લી : LCBએ બે મહિના અગાઉ ગુમ થયેલ બાળકને શોધી કાઢી પરિવારને સોંપ્યું,SOGએ વડોદરાના બુટલેગરને શામળાજીથી ઝડપ્યો


અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર અસામાજીક પ્રવૃતિઓ અને વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ રહે છે જીલ્લા એલસીબી પોલીસે બે મહિના અગાઉ મોડાસાથી ગુમ થયેલ બાળકને શહેરના માલપુર રોડ પરથી શોધી કાઢી પરિવારને સોંપતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો જીલ્લા એસઓજી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્સયુવી કારમાંથી વડોદરાના બુટલેગરને ઝડપી પાડી તેની પાસેથી 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement

અરવલ્લી PI કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી જીલ્લામાં અપહરણ કે ગુમ થયેલ લોકોને શોધી કાઢવા તજવીજ હાથધરતા શહેરના માલપુર રોડ પરથી એક અજાણ્યું ગુમસુમ બાળક મળી આવતા તેનો વિશ્વાસ કેળવી પૂછતાછ કરતા તે શાસ્ત્રી મેદાનમાં ઝૂપડપટ્ટી માં રહેતો હોવાનું જણાવતાં પોલીસ બાળક સાથે પહોચી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું બે મહિના અગાઉ બાળકના પિતાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણનો ગુન્હો નોંધાવ્યો હોવાથી એલસીબી પોલીસે અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Advertisement

અરવલ્લી એસઓજી ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશ્રમ ચોકડી નજીક હાઇવે પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી એક્સયુવી કારને અટકાવી તલાસી લેતા કાર ચાલક પાસેથી રૂ.205400/- રોકડા મળી આવી હતી કાર ચાલકનું નામ મોહનસિંહ રણવીરસિંઘ શેખાવત(રહે,અમરનાથ ટર્નામેન્ટ,બાજવા- વડોદરા)નું નામ ઈ-પોકેટકોપ મોબાઈલમાં સર્ચ કરતા વડોદરા જીલ્લામાં મોહનસિંહ સામે પ્રોહિબિશન સહિત અન્ય ગુન્હા નોધાયેલ હોવાથી રોકડ રકમ, કાર અને મોબાઈલ મળી રૂ. 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!