રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે.અરવલ્લી જીલ્લામાં હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે ત્યારે મોડાસા તાલુકાના વરથું ગામના ખેડૂતને હ્રદયરોગનો હુમલો આવતા પરિવારજનોએ તાબડતોડ મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા સારવાર કારગત નીવડે તે પહેલા ખેડુતનું પ્રણ પંખેરું ઉડી જતા પરિવારજનોએ આક્રંદ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ હતી હાર્ટ એટેક ખેડૂતને ભરખી જતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાના વરથું ગામના નાથાભાઈ રત્નાભાઈ વણકર નામના ખેડૂતને સવારે 9 વાગ્યાના સુમારે છાતીમાં અસહ્ય દુખાવો ઊપડતા ઢળી પડતાં ખેડૂતના પરિવારજનો ખેડૂતને તાબડતોડ મોડાસાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબોએ ખેડૂતની સઘન સારવાર કરી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ગણતરીના મિનિટ્સમાં ખેડૂતનું હાર્ટ બેસી જતા મોત નિપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા યુવાન ખેડૂતનું હાર્ટ એટેકથી અકાળે અવસાન થતાં સમગ્ર પંથકમાં અને વણકર સમાજમાં શોકની લાગણી છવાઈ હતી