*વેપારી આત્મહત્યા કેસમાં રાજકીય અને વગદાર દબાણ નિષ્ફળ રહેતા આખરે પોલીસે 27 દિવસ પછી ગુન્હો નોંધ્યો હોવાની ચર્ચા*
અરવલ્લી જીલ્લામાં વ્યાજખરોરોના અસહ્ય ત્રાસના લીધે અનેક લોકો આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવી ચૂક્યા છે મોડાસા માર્કેટયાર્ડના વેપારી સિરાજુદ્દીન અબ્દુલ રહેમાન પટેલને પિતા-પુત્ર સહિત અન્ય એક વેપારીએ ધંધાકીય હેરાનગતિ કરતા અને સતત માનસિક ત્રાસ આપતાં 2જી ફેબ્રુઆરીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી વેપારીએ પરિવારજનો અને મિત્રોને સંબોધીને લખેલ સુસાઈડ નોટ મળી આવતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વેપારીના પરિવારજનોએ જાણ કરી ફરિયાદ નોંધવા ચક્કર ખાધા બાદ આખરે 27 દીવસ પછી ટાઉન પોલીસે ત્રણ વેપારીઓ સામે દુષ્પ્રેરણનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે પિતા-પુત્ર સહિત ત્રણ વેપારી સામે ગુન્હો નોંધતા ત્રણે વેપારી ભૂગર્ભ ઊતરી ગયા છે
મોડાસા માર્કેટયાર્ડમાં છેલ્લા 22 વર્ષથી વેપાર કરી પરિવારનું જીવનિર્વાહ ચલાવતા સિરાજુદ્દીન અબ્દુલ રહેમાન પટેલને ધંધામાં ત્રણ વેપારીઓ હેરાન-પરેશાન કરી માનસિક ત્રાસ આપતા હોવાથી ગુમસુમ રહેતા હતા માર્કેટયાર્ડમાં કુશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા નિલેશ હસમુખ શાહ તેમજ અન્ય વેપારી પિતા-પુત્ર હિતેશ ચંદુ શાહ અને તેના પિતા ચંદુ શાહનો વેપારી સિરાજુદ્દીન પટેલનો ધંધો વધુ ચાલતો હોવાથી ત્રણે ત્રિપુટી વેપારીઓએ સિરાજુદ્દીન પટેલને ધંધાકીય બદનામ કરવાની સાથે ખોટી ખોટી વાતો ફેલાવી ધંધો બંધ કરવા અસહ્ય ત્રાસ આપતાં આખરે માનસિક ત્રાસ સહન ન થતાં સિરાજુદ્દીન પટેલે 2જી ફેબ્રુઆરીએ ત્રણ વેપારીઓના નામજોગ સુસાઈડ નોટ લખી તેમના દ્વારા થતી હેરાનગતિ થી ત્રાસી આત્મહત્યા કરતો હોવાનો ઉલ્લેખ કરી ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડતાં વેપારીનું મોત નિપજતા પરિવારજનો આઘાત સહિત આક્રોશ છવાયો હતો મૃતક સિરાજુદ્દીન પટેલના પરિવારજનો સુસાઈડ નોટના આધારે ત્રણ વેપારીઓ સામે ફરિયાદ નોંધવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધા નાખતા આખરે ત્રણ વેપારી સામે દુષ્પ્રેરણનો ગુન્હો નોધાયો હતો
મોડાસા ટાઉન પોલીસે મૃતક વેપારીના ભાઈની ફરિયાદના આધારે 1) નિલેશ હસમુખ શાહ, 2)હિતેશ ચંદુ શાહ અને 3) ચંદુ શાહ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા