મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળ મોડાસાનું વાર્ષિક અધિવેશન ૬૦૦ નિવૃત કર્મચારી સાથે ઓધારી મંદિર ખાતે યોજાયું હતું સભાખંડમાં હાજર તમામ ને સ્મૃતિ ચિન્હો થી સન્માનીત કરાયા ત્યાર બાદ છેલ્લા ગણા વર્ષોથી મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળની દોરી સંભાળી, મંડળની પોતાની ઓફિસ, હૉલ તેમજ મોડાસા સ્મશાનમાં મંડળ દ્વારા પાંચ લાખ પચાસ હજારનું (૫,૫૦,૦૦૦.૦૦) દાન સહિત તાલુકાની અન્ય સંસ્થા માં પણ મંડળ દ્વારા નાનું મોટું દાન આપનાર સંસ્થાના યશસ્વી પ્રમુખ શંકરભાઈ પટેલ (જેસવાડીવાળા) પોતાની સ્પીચમાં સંસ્થાને નગરનું સંભાણું બને તેવું મંડળ અને મંડળ ના સીનીયર સીટીઝનો ને ગૌરવ થાય તેવું કામ કરીયે છીએ અને ભવિષ્ય માં આનાથી વિશેષ કામ કરી સીનીયર સીટીઝન ને પ્રવૃતિમય રાખી સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવા કાર્યો કરવાની હાકલ કરી સાથે સાથે ભગવાન દ્વારા આ શરીર જ્યારે જીવતું હતું ત્યારે અનેક સેવાકીય કામ કરેલ છે પરંતુ જ્યારે હું હયાત ના હોવ ત્યારે મારુ આ શરીર કે મારા અંગો થકી કોઈક ને નવું જીવન મળે તે હેતુ થી તેમજ સરકારશ્રી દ્વારા ગણી બધી મેડિકલ કોલેજ થયેલ છે પરંતુ ડૉક્ટરી અભ્યાસ માટે માનવ શરીર હોવું જરૂરી છે. આથી સભાખંડમાં ઉપસ્થિત સૌની હાજરીમાં, દેહદાન ની જાહેરાત કરી હતી, સાથે સાથે મંડળના સભ્યોને હાકલ કરી હતી કે આવા ભગીરથ કાર્યો માં આપણે સૌએ જોડાવવું જોઈએ, પરંતુ મંડળના પ્રમુખ તરીકે દેહદહન ની શરૂઆત હું કરું છુ, મંડળ ના તમામ સભ્યો ગદગદિત થઈ દેહદહન કરવા દરેકને વિચાર મુગ્ધ કરી દીધા હતા,
નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ જે મોડાસાના બિલ્ડર કમલેશભાઈ પટેલ અને મહામંત્રી તારકભાઈ પટેલ ના પિતા છે, જે આખું કુટુંબ નગરમાં નાની– મોટી સેવામાં જોડાયેલુ રહે છે.