અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી શ્રી એન એસ પટેલ લો કોલેજ ખાતે કાનૂની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન ભામાશાહ હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લા એ. એન. અંજારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જરૂરિયાતમંદ લોકોને નિ:શુલ્ક કાનૂની માર્ગદર્શન કેવી રીતે અને ક્યાંથી મળે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોડાસા કૉર્ટના જજ એચ. એન. વકીલ પોતાના સંબોધનમાં પોક્સો કાયદા અંગે વધુમાં વધુ પ્રચાર થાય તેવા પ્રયાસો કરવા જોઈએ તેવું જણાવ્યું હતું,જેથી બાળકો પર થતાં ગંભીર ગુનાઓને અટકાવી શકાય. આ કાર્યક્રમમાં લો કોલેજના પ્રાધ્યાપકો, મંડળના હોદ્દેદારો તેમજ કોર્ટના જજ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી પી.ડી.જેઠવાએ વિદ્યાર્થીઓને કાનૂની સહાય અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં મ.લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળના મંડળના પ્રમુખ એન. આર. મોદી, મંડળ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, પ્રિ.ડો રાજેશ વ્યાસ, લો ફેકલ્ટી ના ડિન ડૉ અશોક શ્રોફ, ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ અશોક શ્રોફ, ડો અલ્પાબેન, ડો સોનીયાબેન, ડો અનિલ ખોખર દ્વારા કરવામાં આવેલ હતું.