વારંવાર માર્ગ પર પડેલા ખાડા પેવર બ્લોકથી પુરાય છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સૌથી મોટા રેવન્યુ વિલેજ સાઠંબા થઈને પસાર થતો માધવ ચોકડીથી સાઠંબા- ધોળીડુંગરી સુધીનો માર્ગ બીસ્માર હાલતમાં થઈ ગયો છે…!!! માર્ગમાં ખાડા છે કે ખાડામાં માર્ગ છે તે સમજી શકાતું નથી…!!!
આ માર્ગ બનાવ્યાને દસ વર્ષ જેટલો સમય વીતી ગયો હવે માર્ગ ચિંથરેહાલ થઈ ગયો છે. સાઠંબા વિસ્તારમાં 40 જેટલી ક્વાૅરીઓ આવેલી છે. અહીંથી રોજે રોજ ખનીજ વહન કરતા ટ્રકો પસાર થાય છે સરકારને લાખો રૂપિયાની રોયલ્ટીની આવક થતી હોય છે તેમ છતાં આ માર્ગને રીસરફેસ કરવા માટે છેલ્લા બે વર્ષથી વાયદા કરવામાં આવે છે.
ધોળી ડુંગરીથી સાઠંબા થઈ માધવકંપા ચોકડી સુધી જતા આ માર્ગ પર પડેલા ખાડા પુરવા વારંવાર પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે જે પેવર બ્લોક ભારે ભરખમ વાહનો નીકળતાં ઉખડીને દૂર ફેકાઈ જાય છે ગુજરાત રાજ્યમાં આ પહેલો માર્ગ હશે કે જેને રીપેર કરવા માટે પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે…!!!
માર્ગ અને મકાન ખાતું આ માર્ગને રિસરફેસ કરવાના છેલ્લા બે વર્ષથી વાયદા કરી રહ્યું છે…!!!
તો આ વિસ્તારની જનતા પૂછી રહી છે કે ધોળીડુંગરીથી સાઠંબા થઈ માધવકંપા ચોકડી સુધીનો માર્ગ ક્યારે રિસરફેસ કરવામાં આવશે…???