અંતિમવિધિમાં ભમરાઓનો આતંક ડાઘુઓમાં નાસભાગ મચી :મેઘરજ ભેમાપુર પાલ્લામાં બની ઘટના, 20 થી 25 ડાઘુઓને ભમરા કરડ્યા અરવલ્લી જીલ્લામાં ખેતરમાં અને જંગલ વિસ્તારમાં ભમરા ઉડવાની ઘટનાઓ સતત બહાર આવી રહી છે મેઘરજ તાલુકાના ભેમાપુર પાલ્લા ગામમાં વૃદ્ધાની અંતિમવિધિમાં ભમરાઓના ઝુંડ ત્રાટકતા ડાઘુઓમાં ભારે નાસભાગ મચી હતી 20 થી વધુ ડાઘુઓને ભમરા કરડતા ઝેરી અસર થતાં તાબડતોડ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા વૃદ્ધાની અંતિમવિધિમાં વિઘ્ન ન સર્જાય તે માટે જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર પહોંચી વૃદ્ધાની અંતિમવિધિમાં મદદ કરી હતી.
મેઘરજ તાલુકાના ભેમાપુર પાલ્લા ગામમાં શુક્રવારે વૃદ્ધાનું મોત નિપજતા પરિવારજનો અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં સગા-સબંધીઓ દોડી આવ્યા હતા અને વૃદ્ધાના મૃતદેહને અગ્નિદાહ માટે ગામના સ્મશાનમાં લઇ ગયા હતા પરિવારજનોએ અંતિમક્રિયા માટે તજવીજ હાથધરી હતી ત્યારે અચાનક ભમરાઓનું ઝુંડ ઉડતું ઉડતું સ્મશાનમાં પહોંચી અંતિમક્રિયામાં હાજર ડાઘુઓ પર તુટી પડી ડંખ મારતા ડાઘુઓમાં ભારે અફડાતફડી મચી હતી અંતિમક્રિયામાં સાથે રહેલા રૂમાલ વડે રક્ષણ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે 20થી 25 ડાઘુઓને ભમરા કરડતા ભમરાના ડંખથી ઝેરની અસર થતાં તાબડતોડ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહન માટે સારવાર અર્થે દવાખાને ખસેડી દીધા હતા





