મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના નિર્ણયને પરત ખેંચવા માટે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય પછાત મુસ્લિમ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યોમાં અવરોધ માટે સરકારના કથિત પ્રયાસનું ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું અને આ નિર્ણય સરકાર દ્વારા પરત લેવમાં આવેની માંગ સાથે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્ર પહોચાડવામાં આવેની માંગ કરી હતી.
અરવલ્લી જીલ્લા કોંગ્રસ સમિતિના લઘુમતી સેલના અગ્રણીઓએ જણાવ્યું હતું કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી લઘુમતી અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ રોકાય શકે તેવી દહેશત ઉભી થઈ છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશન દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે.આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત લઘુમતિ સંસ્થાઓ પણ આ સંસ્થા દ્વારા ચલાવાતી યોજનાઓથી લાભો મેળવી રહી છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના નિર્ણયને પરત ખેંચવા માટેની ઉગ્ર માંગણી કરી હતી