33.5 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત બુફેના જમાનામાં ગ્રામીણ વિસ્તારમાં યોજાતા સામાજીક પ્રંસગોમાં પંગતમાં બેસાડીને જમાડવાની વર્ષો જુની...

બુફેના જમાનામાં ગ્રામીણ વિસ્તારમાં યોજાતા સામાજીક પ્રંસગોમાં પંગતમાં બેસાડીને જમાડવાની વર્ષો જુની પરંપરા આજે પણ યથાવત

0

શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં સામાજીક પ્રંસગોમા બુફેનુ ચલણ હવે વધ્યુ છે. પહેલાના સમયમાં આજે પણ લગ્નસહિતના સામાજીક પ્રસંગોમા પંગતમા બેસાડીને જમાડવાની પંરપરા હતી. આ પંરંપરા હવે લુપ્ત થતી જોવા મળી રહી છે .પણ આજે કેટલાક ગામોમા પંગતમા બેસાડીને જમાડવાની પંરપરા આજે પણ થયાવત જોવા મળી રહી છે.વડીલોનુ માનવુ છે કે પંગતમા બેસાડીને જમાડવાથી મહેમાનની સારી આગતા સ્વાગતા થઈ શકે છે.
પંચમહાલ સહિત ગુજરાતભરમાં લગ્નસરાની મોસમ ખીલી છે.એક સમય હતો એક લગ્ન સહિત જમણાવારના પ્રંસગો કરવામા આવતા ત્યારે લોકોને જમીન પર પાથરણા પાથરીને પગંતમા જમાડવામા આવતુ હતુ.પણ સમય જતા તેનુ સ્થાન બુફે એ લીધુ હતુ નીચે બેસાડીને જમાડવાની પંરપરા ધીમેધીમે લુપ્ત થતી ગઈ.ખાસ કરીને શહેરી વિસ્તારમા આ પંરપરા લુપ્ત થતી ગઈ અને તેના જગ્યાએ બુફે પધ્ધતિથી જમાવાડવાનુ ચલણ વધ્યુ,જેમના ઘરે પ્રંસગ હોય તેમના ઘરે રસોઈ સગાવ્હાલા પડોશીઓ ભેગા થઈને બનાવતા હતા પણ આજે કેટરર્સ ને બોલાવીને પીરસવામા આવે છે.પણ આજે ગ્રામીણ વિસ્તારમાં સામાજીક પ્રંસગોમા પંગતમા બેસીને જમાડવાની પંરપરા સમાજોએ યથાવત રાખી છે. પંગતમા બેસીને જમવાની મજા એછે કે બધા ભેગા થઈને એક સાથે જમી શકાય છે. જ્યારે બુફેમા બધા પોતપોતાની જમણવારથી થાળીઓ લઈને છુટાછવાયા બેસી જાય છે. ભેગા મળીને જમાવીની મજા કઈ ઓર હોય છે, પંગતમા બેસાડીને જમાડવામા આવે ત્યારે દાળ બોલો ભાઈ દાળ ! ,શાક કોને જોઈએ છે? , ભાઈ હજી થોડુ ભાત મુકુ? ,શીરો લેવાનુ ભુલતા નહી વડીલ ! ,એક લાડવો વધારે આપુ ! જેવા સંવાદો પીરસનારા દ્વારા બોલાતા હોય છે.તે હવે ધીરે ધીરે લુપ્ત પણ થઈ રહ્યા છે. સાથે સાથે તે જમાનામા પાના પતરાળામા જમવાનુ પીરસવામા આવતુ હતુ ,આજે આ પાના પતરાળા જોવા મળતા નથી,તેની જગ્યાએ પર થર્મોકોલા પાના પતરાળા જોવા મળી રહ્યા છે. પંગતમા બેસાડીને જમાડવાથી જમણવારનો બગાડ પણ અટકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!