અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં શ્રમિક તરીકે રહેતા છોટા ઉદેપુરના પરિવારની 9 વર્ષીય બાળકી પર પડોશમાં રહેતા ત્રણ સંતાનોના પિતાએ ઘરમાં બોલાવી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો જે અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધતા SP સંજય ખરાતે DYSP કે.જે.ચૌધરીને તપાસ સોંપતા દુષ્કર્મી આરોપી તા રાજુ બાબુ વાઘેલાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જે અંગે પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં નરાધમ આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને 12 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે
INBOX : શું છે સમગ્ર કેસ વાંચો છોટાઉદેપુર જીલ્લાના અને ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની 9 વર્ષીય બાળકીને પાડોશમાં રહેતા રાજુ બાબુ વાઘેલા (મૂળ.રહે,ચૌધરી વાસણા-ગાંધીનગર)નામના હવસખોરને મનમાં વાસનાનો કીડો સળવળતા લલચાવી ફોસલાવી અપહરણ કરી તેના ઘરે લઇ જઈ જાતીય સતામણી કરી બાળકી સાથે બળજબરી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી હતી ધનુસરા પોલીસે દૂષ્કર્મનો ભોગ બનેલી દીકરીના પિતાની ફરિયાદના આધારે રાજુ બાબુ વાઘેલા (મૂળ.રહે,ચૌધરી વાસણા-ગાંધીનગર) સામે અપહરણ, પોક્સો, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનાની ગંભીરતાને પગલે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી કે.જે.ચૌધરીને સોંપી હતી
મોડાસા નાયબ પોલીસ અધિક્ષક કે.જે ચૌધરી ને સોંપાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા અને આરોપી રાજુ બાબુભાઈ વાઘેલા (દેવીપૂજક) (25) ને કલાકોમાં ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ તપાસનો ધમધમાટ શરૂ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા અરવલ્લી જીલ્લા પોક્સો કોર્ટે નરાધમ આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને 12 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો