38 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ Paper Leak : યુવા નેતા યુવરાજસિંહે કહ્યું પેપર લીકના પુરાવાઓ રજૂ કર્યા,...

Paper Leak : યુવા નેતા યુવરાજસિંહે કહ્યું પેપર લીકના પુરાવાઓ રજૂ કર્યા, એક્શન લેવાના નામે ખાટા અનુભવ થયા !

0
798

વનવિભાગની યોજાયેલી વનરક્ષક સંવર્ગ 3 ની પરીક્ષાના પેપર લીક મામલે યુવા નેતાએ પેપર લીક મામલે પુરાવાઓ રજૂ કર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, અને કહ્યું કે, પેપર લીક થયું તે અંગે ના તમામ પુરાવાઓ રજૂ કરી દેવામાં આવ્યા છે, પણ ભૂતકાળની ઘટનાઓ પરથી તેમને ખાટા અનુભવ થયા છે. 27 માર્ચના રોજ રવિવારે યોજાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર મહેસાણા જિલ્લામાંથી લીક થવાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ શિક્ષણમંત્રીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું અને પેપરલીકની ઘટનાને ફેશન બનાવી દીધું હોવાનું જણાવ્યું હતું, ત્યારે સમગ્ર ઘટનાને લઇને યુવા નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, પેપર લીકની ઘટનામાં મોટા પાયે છબરડા થયા છે. તેમણે કેટલાક સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા પેપરના ફોટોગ્રાફ્સ મીડિયા સમગ્ર અને સરકાર સમક્ષ રજૂ કર્યા છે, તેમને વ્યંગ કરતા જણાવ્યું કે, પેપર લીકના પુરાવા રજૂ કર્યા છે, પણ એક્શન લેવાના નામે ખાટા અનુભવ પણ થાય છે, હવે શું થશે તે જોવું રહ્યું.

યુવરાજસિંહે પેપર લીકના કેટલાક પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરતા શું કહ્યું તે સાંભળો

પેપર લીક થવાની ઘટનાને લઇને મીડિયા સાથેની વાતચીતમાં શિક્ષણંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાઓને ગેરમાર્ગે દોરવા માટે એક ફેશન ગુજરાતના વિરોધીઓએ બનાવી દીધી છે. તેમણે વધુ ઉમેરતા જણાવ્યું કે, ગેરરીતિ થવી અને પેપર ફુટવું તેમાં મોટો ફરક છે. તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાજ્યના યુવાનોએ આવા લોકોને ઓળખી લેવા જોઇએ.

શું કહ્યું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ, સાંભળો

અત્રે ઉલ્લેખનિય છે કે, 27 માર્ચના રોજ યોજાયેલી વનવિભાગની વન સંવર્ગ 3ની પરીક્ષાનું પેપર લીક થયાના સમાચાર સામે આવ્યા હતા, જેમાં મહેસાણાના ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફુટ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. સમગ્ર ઘટનાને લઇને અન્ય પરીક્ષાર્થીઓને જાણ થતાં જ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પ્રશ્નપત્ર કોણે સોલ્વ કર્યું તે અંગે પણ સવાલો કર્યા હતા. હાલ પેપર લીકને લઇને અનેક સવાલો ઉઠાવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!