ગોધરા-
પંચમહાલ જીલ્લાના ગોધરા ના શિવપુરી ખાતે આવેલી શ્રી જય જલારામ આર્યુવેદિક કોલેજની વિદ્યાર્થીએ ગુલાબમાંથી ઓર્ગેનિક ગુલકંદ બનાવ્યુ છે. આજના સમયમાં બજારોમાં મળતા ગુલકંદમા ભેળસેળ હોઈ શકવાની શક્યતા હોય છે.જેના કારણે તેનુ નુકશાન થઈ શકે છે ,ત્યારે આ રીતે બનાવેલા ગુલકંદ શરીર માટે પણ ઉત્તમ ઓષધિ સાબિત થાય છે. શરીરના રોગો માટે આ ગુલકંદ આર્શિવાદ સમાન બન્યુ છે. જેનાથી ઘણા રોગો દુર થાય છે. આ ગુલકંદ એ ભૈષજ્ય કલ્પના પધ્ધતિનો ઉપયોગ કરીને બનાવામા આવે છે.
બજારમા આજે ગુલકંદ મળે છે પણ તે ગુલકંદ કેટલુ યોગ્ય છે તે કહેવુ નક્કી નથી.ત્યારે શ્રી જય જલારામ આર્યુવેદિક કોલેજની વિદ્યાર્થીએ તેમના અભ્યાસ ક્રમના ભાગ રુપે આ પ્રયોગ કર્યો છે.તેમને બિનહાનિકારક ઓર્ગેનિક “ગુલકંદ”બનાવ્યુ છે. આજના લોકો અને તેમની રહેણીકરણી ને ધ્યાન માં લઈએ તો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ ગુલકંદ બનાવા માટે સૌપ્રથમ ઓર્ગેનિક દેશી ગુલાબની પાંદડીઓને છૂટી પાડીને 3થી4 વાર સાફ પાણીમાં ધોવા માં આવે છે જેથી તેના સૂક્ષ્મજીવ પરાગરજ અને ધૂળ વગેરે દુર થાય છે પછી તે પાંદડીઓને સુકીને મસળી દેવામા આવે છે. દેશી ખડી સાકર દળવામાં આવે છે. ગુલાબ અને સાકર નું પ્રમાણ આયુર્વેદિક પદ્ધતિ અનુસાર રાખવામાં આવે છે. ત્યારબાદ મસળેલી ગુલાબ પાંદડી અને સાકર વડે કાચ ના વાસણ માં એક પછી એક સ્તર બનાવવમાં આવે છે. આ વાસણ ને 7 દિવસ સુધી સૂર્ય ના તડકામાં રાખવામાં આવે છે જેને sun dry cooling કહે છે. ત્યારબાદ તેને વ્યવસ્થિત મિક્સ કરી દેવામાં આવે છે.આ રીતે ગુલકંદ તૈયાર થાય છે. ગુલકંદ ખાવાથી કબજિયાત , એસિડિટી, મોઢાના ચાંદા, પેટને લગતા રોગ, પેઇનફૂલ માસિકસ્રાવ, લુ લાગવી , માથાનો દુખાવો, ગેસ , પેટની ગરમી વગેરેમાં રાહત આપે છે. ગુલકંદ ની તાસીર ઠંડી હોય છે જેના કારણે તે પેટની ગરમીને શાંત કરે છે. ગુલકંદ ખાવાથી યાદશક્તિ તીવ્ર રહે છે.હાર્ટ બીટને કંટ્રોલ કરે છે. સનસ્ટ્રોક થી ચેહરા ને બચાવે છે અને ગ્લો પણ કરે છે. ગુલકંદ મ વિટામિન C,B અને એ પૂરતા પ્રમાણ માં હોય છે.તેને દૂધ કે પાણી સાથે લઈ શકાય છે.
ગોધરા- શ્રી જય જલારામ આર્યુવેદિક કોલેજની વિદ્યાર્થીએ ગુલાબમાંથી ઓર્ગેનિક ગુલકંદ બનાવ્યુ ,શરીરના રોગો માટે ઉપકારક બની શકે આ ઓર્ગનીક ગુલકંદ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -