32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાના બાજકોટ ગામના ઉંડા કૂવામાં ગાય ખાબકતા ગામના યુવકો અને...

અરવલ્લી : મોડાસાના બાજકોટ ગામના ઉંડા કૂવામાં ગાય ખાબકતા ગામના યુવકો અને ફાયર બ્રિગેડની ટીમે ગાયને બચાવી લીધી

0
132

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં અને બાયપાસ રોડ પર રખડતા પશુઓના ધણના ધણ જોવા મળી રહે છે રખડતા પશુઓ અનેક વાર ખુલ્લી ગટર અને કૂવામાં ખાબકવાની ઘટનાઓ બની છે ત્યારે મોડાસા શહેરને અડીને આવેલ બાજકોટ ગામના કૂવામાં ગાય ખાબકતા અફડાતફડી મચી હતી ગામના જીવદયા પ્રેમી યુવકોએ ગાયને બચાવી લેવા પ્રયત્ન હાથધરી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોચી યુવકોની મદદથી ગાયને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધી હતી

બાજકોટ ગામના કૂવામાં સોમવારે રખડતી ગાય ધડકાભેર ખાબકતા આજુબાજુ માંથી યુવકો સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા કૂવામાં તડફડિયા મારતી ગાયને બચાવવા યુવકોએ પ્રયત્નો આદરી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોચી કૂવાની અંદર ઉતરી ગાયને સ્થાનિક યુવકોની મદદથી બહાર કાઢી હતી ગાયનો જીવ બચી જતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો શહેરના માર્ગ પર ગાય સહિતના પશુઓને રખડતા છોડી મૂકનાર પશુપાલકો સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!