ગોધરા
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે આવેલા રાવળ ફળિયામા ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી જેમા 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્તોમા બાળકો મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાના પગલે ઘાયલોને ગોધરા સિવિલ તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલાને વડોદરા સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ઘટનાની જાણના પગલે પોલીસ ફાયર ફાઈટર સહિત મામલતદાર અને ગોધરા પ્રાંત અધિકારીની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીક રહેલા લોકોના હાથ-પગની ચામડી નીકળી ગઈ હતી.બનાવને લઈને કાલોલના ધારાસભ્ય પણ ખબર અંતર પુછવા પહોચ્યા હતા.
સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયો હતો બીજો સિલિન્ડર જોઈન્ટ કરતા હતા. આ સમયે ખાલી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હતો. આ દરમિયાનમાં ઘરના સભ્યો લીકેજ બંધ કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ ઘરના સભ્યોથી ગેસ્ટ લીકેજ બંધ થયો ન હતો. આથી ફળિયામાં બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને મોટું ટોળું ભેગું થયું હતું. તે જ સમયે એક સિલિન્ડરનું બર્ન છૂટતા તે બીજા સિલિન્ડરને વાગ્યું હતું. જેથી મોટો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં આજુબાજુમાં ઉભેલા તમામ લોકો દાઝી ગયા હતા. બાળકો અને નાના મોટા સહિત 22 લોકો દાઝ્યા હતા. તે પૈકી કેટલાકને ગોધરા સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. દાઝેલા 3 વ્યક્તિ પૈકી જે 70%થી 80% દાઝી ગયા હોવાથી તેઓની હાલત ગંભીર હોઈ તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. રામનાથ ગામે થયેલી આ ઘટનામાં સાત મહિલા આઠ પુરુષ અને છ બાળકો સહિત 22 જેટલા લોકો દાઝ્યાની ઘટના બનતા કાલોલ સરકારી હોસ્પિટલથી તમામને ગોધરા સિવિલ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા.બનાવને લઈને ભારે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.
ગોધરા- કાલોલના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 22 લોકો દાઝી ગયા,બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં ધણધણી ઉઠ્યો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -