અમદાવાદ-ઉદેપુર ને.હા.નં.-8 પર આવેલ રાજેન્દ્ર નગર ચોકડી પર આવલ પોલીસ ચોકી સિક્સલેન બન્યા બાદ ઓવર બ્રિજ નીચે આવી ગયા બાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ધીરેધીરે પોલીસ ચોકી બંધ કરી દીધી છે ત્યારે સ્થાનિક લોકોમાં રાજેન્દ્ર નગર ચોકડી પર આવેલી પોલીસ ચોકી ફરીથી કાર્યરત કરવામાં આવેની માંગ પ્રબળ બની છે ગઢડા ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયતના લેટર પેડ પર પત્ર લખી જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે
મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારની રાજેન્દ્રનગર પોલીસ ચોકી છેલ્લા 7 મહિના થી બંધ કરી દેવા માં આવી છે.આ પોલીસ ચોકી વિસ્તારમાં સ્કુલ,કોલેજ, સહિયોગ આશ્રમ સહિત આસપાસના ગામડા આવેલ હોય કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે,રાજેન્દ્રનગર પોલીસ ચોકીને ફરી કાર્યરત કરવાની માંગ સાથે ગઢડા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ પોલીસવડાને અરજી કરી રજુઆત કરવામાં આવી છે,આ બાબતે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ હકરાત્મક વલણ દાખવે તેવું સ્થાનિક લોકો અને વેપારીઓ ઇચ્છી રહ્યા છે