વરથું ગામમાં વીજતંત્રની બેદરકારીના પગલે દરવર્ષે ખેડૂતતોના ઘઉં બળી જવાની ઘટના બનતી રહે છે
વરથું ગામના ત્રણ ખેડૂતના મોઢામાં આવેલ કોડિયો છિનવાયો, 300 મણ જેટલા ઘઉં આગમાં ખાખ થતાં ખેડુત પરિવારોમાં માતમ
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં દરવર્ષે ખેતરોમાંથી પસાર થતા ઝોલા ખાતા હેવી વીજતારથી ખેતરમાં તૈયાર ઊભા ઘઉંનો પાક બળીને ખાખ થઇ જવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ઘઉંની સીઝનમાં જ વીજતાર એકબીજા સાથે અથડાવાથી તણખા ઝરતા થોડીક જ મિનિટોમાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતો હોય છે મોડાસા તાલુકાના વરથું ગામે ત્રણ ખેડૂતોના 6 થી 8 વીઘામાં ઉભા ઘઉંના પાકમાં ખેતરમાંથી પસાર થતા વીજતારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગતાં ઘઉંનો પાક સ્વાહા થતા ખેડૂત રડમશ બની ઉઠ્યો હતો ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવતા ખેડૂત પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો વીજતંત્ર ખેડૂતોને સહાય ચુકવે તેવી માંગ પ્રબળ બની છે
મોડાસા તાલુકાના વરથું ગામમાં રહેતા ખેડૂત હીરાભાઈ પટેલ , રામાભાઇ પટેલ અને દિનેશભાઈ પટેલના ઘઉંથી છલોછલ ભરેલ ખેતર આગમાં ખાખ થતા લાખ્ખો રૂપિયાની નુકશાની ભોગવવાનો વારો આવતા ખેડૂતોની હાલત દયનિય બની છે. વરથું ગામની સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થતા વીજતારમાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા અને તણખા ઝરતા ખેતરમાં તૈયાર ઉભા ઘઉંના પાકમાં આગ લાગતાં અને ઝડપથી પ્રસરતા આજુબાજુમાં રહેલા અન્ય ખેતરોમાં ઉભા ઘઉંમાં આગ લાગતાં ખેડૂતો અને ગામલોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા પરંતુ આગ પવનની ગતિ વધુ હોવાથી આગે ખેતરોમાં રહેલા ઘઉંના પાકને ઝપેટમાં લેતા બળીને ખાખ થતા 300 મણ થી વધુ તૈયાર થયેલા ઘઉંનો પાક આગ થી રાખ માં ફેરવાતા ખેડૂતોએ સ્વજન ગુમાવ્યો હોય તેમ આઘાતમાં સરી પડ્યા હતા મહા મહેનતે પકવેલા ઘઉં બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.