ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ ૧૧૮૭ પોસ્ટર અને ૭૫૦ બેનર્સ દૂર કરવામાં આવ્યા છે.૧૦૩૮ ભીંતચિત્રો અને ખાનગી મિલકત ઉપરના ૭ પોસ્ટર,૬ બેનર,૩૬ ભીંતચિત્રો સહિત પ્રચારક લખાણ દૂર કરવામાં આવ્યા હતા
અરવલ્લી : જીલ્લામાં ચૂંટણીના પગલે સરકારી મિલકત પરથી પોસ્ટર બેનરો સહિત ૩૨૯૭ લખાણો દૂર કરવામાં આવ્યા
Advertisement
Advertisement