સામાન્ય રીતે હોળી ના તહેવાર નું મહત્વ ગ્રામ્ય વિસ્તારો માં વધુ હોય છે ગામડાઓ માં હોળી ના તહેવાર ની શરૂઆત ફાગણ સુદ અગિયારાષ્ ના દિવસ થી થતી હોય છે અગિયારષ્ ના મેળા માં ઢોલ ઢબુકે એટલે જાણે તહેવાર ની શરૂઆત થઈ ગઈ ત્યારે અરવલ્લી જિલ્લા ના અંતરિયાળ મેઘરજ ના નવાગામ ખાતે આવેલ કંટાળુ હનુમાનજી મંદિરે અમલકી એકાદશી નો ભવ્ય લોકમેળો યોજાયો હતો
વર્ષો થી પરંપરાગત રીતે આમલકી એકાદશી નો મેળો કંટાળું હનુમાનજી મંદિરે ભરાય છે આજના દિવસે હનુમાનજી મંદિરે અરવલ્લી ,સાબરકાંઠા,પંચમહાલ,મહીસાગર,રાજસ્થાન અને મધ્ય પ્રદેશ થી અબાલ વૃદ્ધ સૌકોઈ મોટી સંખ્યા માં લોકો ઉમટી પડે છે અને મેળા માં અવનવી ચીજવસ્તુઓ ની ખરીદી કરે છે આજના દિવસે હોળી પહેલા આમલકી એકાદશી ના દિવસે આદિવાસી સમાજ માં પરંપરાગત જે દંપતી એ લગ્ન કર્યા બાદ ની પહેલી હોળી હોય એ દંપત્તિ કંટાડું હનુમાનજી મંદિરે પતિ પત્ની સહિત હાથ માં શ્રીફળ અને દિવો રાખી સપ્તધાન્ય મંદિર ની ફરતે વેરી ને સાત પ્રદક્ષિણા ફરતા હોય છે આ રૂઢીગત પ્રક્રિયા થી કહેવાય છે કે વરઘોડિયા આ રીતે પ્રદક્ષિણા કરવાથી સુખી થતા હોય છે એવી માન્યતા રહેલી હોય છે
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો માં આજથી હોળી ના ઢોલ ઢબુકવા ની શરૂઆત થઈ ચૂકી છે આજે યોજાયેલ લોકમેળા માં યુવાનો એ સામુહિક ઢોલ વગાડ્યા હતા અને હોળી ના તહેવાર ની શરૂઆત કરી હતી આજથી રંગ પાંચમ સુધી હોળી ના ઢોલ વાગશે આમ અનોખી રીતે આમલકી એકાદશી નો લોકમેળો યોજાયો અને આજથી જ હોળી ના તહેવારો ની શરૂઆત થઈ