27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : નાથદ્વારા થી વડોદરા એસટી બસના કંડકટરે એવું તો શું કર્યું...

અરવલ્લી : નાથદ્વારા થી વડોદરા એસટી બસના કંડકટરે એવું તો શું કર્યું ભિલોડા ડેપો મેનેજર દોડ્યા, શામળાજી પોલીસે ગુન્હો નોધ્યો

0
232

રાજ્ય સરકારના ‘સલામત સવારી એસ.ટી અમારી’ના ધજાગરા જોવા મળ્યા, કંડક્ટર દારૂના નશામાં ચકનાચૂર

ગુજરાતમાં દારૂ બંધી કહેવા પૂરતી હોય તેમ સમગ્ર રાજ્યમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થઈ રહી છે એસટી બસના ડ્રાઈવર-કંડકટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જેલની હવા ખાઈ ચૂક્યા છે ત્યારે વધુ એક વાર એસટી બસનો કંડક્ટર દારૂના નશામાં ચકનાચૂર હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી છે નાથદ્વારા થી વડોદરા એસટી બસમાં ફરજ બજાવતો કંડક્ટર રાજસ્થાન થી ગુજરાતમાં પરત ફરતા પહેલા ચિક્કાર દારૂ પી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો ચોંકી ગયા હતા જે અંગે કોઇ જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ જાણ કરતા ભિલોડા ડેપો મેનેજર શામળાજી દોડી પહોચી દારૂના નશામાં મદહોશ બનેલ કંડક્ટર સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવતા પોલીસે કંડક્ટરની ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

નાથદ્વારા થી વડોદરા એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતો પ્રકાશ જેશીંગ પટેલ નાથદ્વારા થી પરત ફરતાં રાજસ્થાનમાંથી દારૂ પીને બસમાં ટીકીટ કાપતો હાલક-ડોલક હાલતમાં જોવા મળતા બસમાં મુસાફરી કરતા મુસાફરો ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે એસટી તંત્રમાં ઉચ્ચ લેવલે ફરિયાદ કરતા ઉચ્ચ કક્ષાએથી ભિલોડા ડેપો મેનેજરને જાણ કરતા ડેપો મેનેજર તાબડતોડ બસ શામળાજી પહોંચે તે પહેલા શામળાજી બસ સ્ટેન્ડમાં પહોચી બસ આવી પહોચતાં કન્ડક્ટર દારૂના નશામાં હોવાનું જણાઈ આવતા શામળાજી પોલીસને જાણ કરતા કંડક્ટરની ધરપકડ કરી હતી

શામળાજી પોલીસે ભિલોડા ડેપો મેનેજર અરવિંદભાઈ કાળાભાઈ બરંડાની ફરિયાદના આધારે બસ કંડક્ટર પ્રકાશ જેસીંગ પટેલ (રહે, કિશનવાડી-વડોદરા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!