બુટલેગરોએ વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવા નવો માર્ગ અપનાવ્યો અરવલ્લી પોલીસ ચોંકી
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશનની સખ્ત અમલવારી માટે પોલીસતંત્ર દોડાદોડી કરી રહ્યું છે લોકસભાની ચૂંટણી જાહેર થતાં બૂટલેગરો ગાંધીના ગુજરાતમાં ચૂંટણીલક્ષી વિદેશી દારૂ ઠાલવવા સક્રિય બન્યા છે સ્ટેટ મોનેટરિંગ સેલે અરવલ્લી જીલ્લાના મોડાસા-ગોધરા હાઇવે પર આવેલ ગલિયાદાંતી ટોલપ્લાઝા નજીક વોચ ગોઠવી ટ્રક-કંટેનરમાંથી લાખ્ખો રૂપિયાનો 400 થી વધુ પેટી વિદેશી દારૂ સાથે બે ખેપિયાને દબોચી લીધા હતા એસએમસીની રેડ થતાં જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ટ્રક-કંટેનર માં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના બુટલેગરના ઠેકા પર ઠાલવવાનો હોવાની પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે બૂટલેગરોની સિઝન ખુલી હોય તેમ નીતનવા નુસ્ખા અપનાવી વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે ગાંધીનગર સ્ટેટ મોનેટરિંગ સેલની ટિમને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ટ્રક-કન્ટેનર અમદાવાદ જતું હોવાની બાતમી મળતાં સ્ટેટ મોનેટરિંગ સેલની જુદી-જુદી ટીમે દાહોદ, વડોદરા સહિત અરવલ્લી જીલ્લામાં ધામા નાખી પેટ્રોલીંગ હાથધર્યું હતું બાતમી આધારિત ટ્રક લુણાવાડા થી મોડાસા તરફ આવી રહ્યોની બાતમી મળતાં એસએમસીની ટીમ માલપુર નજીક ગલિયાદાંતી ગામ નજીક આવેલ ટોલપ્લાઝા પર વોચ ગોઠવી બાતમી આધારિત ટ્રક-કન્ટેનર આવતા અટકાવી તલાસી લેતા ટ્રક-કન્ટેનરમાં 400 થી વધુ પેટી દારૂ મળી આવતા ટ્રક-કંટેનર માલપુર પોલીસ સ્ટેશનમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી