28.1 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે અપહરણ અને દુષ્કર્મ આચરી ફરાર વીરપુરના આદિત્ય...

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે અપહરણ અને દુષ્કર્મ આચરી ફરાર વીરપુરના આદિત્ય સડાતને તેના ઘરેથી ઝડપી જેલમાં ધકેલી દીધો

0

 

અરવલ્લી SP શૈફાલી બારવાલની સૂચનનાને આધારે જીલ્લા પોલીસતંત્રએ રાજ્ય અને આંતરરાજ્યમાં ગુન્હા આચરી ફરાર આરોપીઓને ઝડપી પડાવ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી વિવિધ ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 મહિના અગાઉ અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં ફરાર વીરપુર ગામના આરોપી લબરમુછીયા યુવક આદિત્ય સડાતને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

 

અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઇ કિરણ દરજી અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં નવ મહિના અગાઉ અપહરણ અને દુષ્કર્મના ગુન્હાનો આરોપી આદિત્ય સુરેશ સડાત (રહે,વીરપુર-ભિલોડા) ઘરે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ વિરપુર ગામમાં આરોપી યુવકના ઘરે પહોચી ઘરને કોર્ડન કરી આદિત્ય સડાતને દબોચી લેતા છેલ્લા નવ માસથી ભિલોડા પોલીસને હાથતાળી આપનાર આરોપી યુવકના મોતિયા મરી ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!