26 C
Gujarat
Saturday, August 1, 2026
Home ક્રાઇમ અરવલ્લી : લીમડીમાં બળજબરી પૂર્વક દાગીના,રોકડ અને મોબાઈલ છીનવવાના ગુન્હામાં ફરાર સંજય...

અરવલ્લી : લીમડીમાં બળજબરી પૂર્વક દાગીના,રોકડ અને મોબાઈલ છીનવવાના ગુન્હામાં ફરાર સંજય સલાટને ટાઉન પોલીસે દબોચ્યો

0
129

 

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા દોડાદોડી કરી રહી છે મોડાસા ટાઉન પોલીસે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી બળજબરી પૂર્વક દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ઝૂંટવી લેવાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં રહેતા સંજય સલાટને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

મોડાસા ટાઉન પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા શહેરમાં પેટ્રોલીંગ હાથધરી રાજ્યમાં ગુન્હા આચરી નાસતા-ફરતાં આરોપીઓને દબોચી લેવા બાતમીદારો સક્રિય કરતા મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં રહેતો સંજય કસ્તુર સલાટ ત્રણ વર્ષ અગાઉ લીમડી પંથકમાંથી એક વ્યક્તિ પાસેથી બળજબરી પૂર્વક દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ઝૂંટવી લઇ ફરાર થઈ જતા આ અંગે લીમડી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા નાસતો ફરી રહ્યો હોવાનો અને હોળી-ધુળેટીના તહેવારમાં તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં ટાઉન પોલીસ તાબડતોડ ત્રાટકી સંજય સલાટની અટકાયત કરી લીમડી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!