ભીખાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાવવાની સોશ્યલ મીડિયામાં ફરતી થયેલ પોસ્ટ માત્ર અફવા હોવાનું અને ભાજપમાં જ રહીશ કહ્યું
ભીખાજી ઠાકોરની ઉમેદવારી પરત લેવાતા રાજીનામાનો દોર યથાવત 2000 જેટલા કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા
મોડાસા શ્રી કમલમ કાર્યાલયમાં પોલીસ કાફલો ખડકી દીધો
ભીખાજી ઠાકોરના મેઘરજ અને માલપુર તાલુકાના હજ્જારો ટેકેદારોએ પેલેટ ચોકડીથી રેલી સ્વરૂપે શ્રી કમલમ કાર્યાલય પહોંચ્યા
સાબરકાંઠામાં ભીખાજી જ ચાલે ભીખાજી નહીં તો ભાજપને મત નહીં ના સુત્રોચ્ચાર,ભાજપનો હૂરિયો બોલાવ્યોAdvertisement
સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાનો દુઃખાવા સમાન બની રહી છે ભાજપે 13 માર્ચે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી દૂધાજી ઠાકોર (ડામોર)ની જાહેરાત કર્યા બાદ તેમની અટકનો મુદ્દો કેટલાક ટીકીટ વાંછુકોએ ઉઠાવતા અને હાઇકમાન્ડ સુધી તેમની જાતિને લઈને ઉભી થયેલ વિટંબણાને પગલે હાઇકમાન્ડે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પડતાં મૂકવામાં આવ્યા હોવાની જાણ કરતા તેમણે સોશ્યલ મીડિયામાં વ્યક્તિગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હોવાની પોસ્ટ કરતા તેમના સમર્થકોમાં સોંપો પડી ગયો હોવાની સાથે તેમની સાથે કરેલ અન્યાયને પગલે અરવલ્લી જીલ્લા સહિત અનેક ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ સાથે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ફરીથી જાહેર કરવામાં આવેની માંગ પ્રબળ બની ઉંડવા અને મેઘરજમાં તેમના સમર્થનમાં રેલી કાઢી બેનર પ્રદર્શિત કર્યા હતા અને મંગળવારે મેઘરજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું
ભીખાજી દૂધાજી ઠાકોરના ટેકેદારો અને ભાજપના અગ્રણીઓએ મંગળવારે આપેલ બંધને પગલે મેઘરજ સજ્જડ બંધ રહ્યું હતું ભીખાજી ઠાકોરના સમર્થનમાં વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા મેઘરજમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠાં થયા હતા અને મોડાસા ખાતે આવેલ જીલ્લાના શ્રી કમલમ કાર્યાલયમાં રજૂઆત કરવાનું નક્કી કરતા મેઘરજ અને માલપુરના ટેકેદારો મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ પર આવેલ પેલેટ ચોકડી એકઠાં થયા પછી રેલી સ્વરૂપે શ્રી કમલમ કાર્યાલય ખાતે હજ્જારોની સંખ્યામાં ટેકેદારો પહોંચી ભીખાજી ઠાકોરને પક્ષે કરેલ અન્યાયએ ઠાકોર સમાજનો અન્યાય હોવાનું જણાવી તેમની ઉમેદવારી પરત કરવાની માંગ કરી સુત્રોચ્ચાર કર્યા હતા ભીખાજી ઠાકોરને ટીકીટ નહીં આપવામાં આવે તો આગામી સમયમાં મેઘરજ પંથકમાં ભાજપના ઉમદેવારને પ્રચાર કરવા પ્રવેશવા દેવામાં નહીં આવેની ચીમકી ઉચ્ચારી હતી શ્રી કમલમ કાર્યાલય ખાતે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો કેટલાક કાર્યકરોએ શ્રી કમલમ કાર્યાલયમાં ધરણાં કરી જ્યાં સુધી ભીખાજી દૂધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર નહીં કરવામાં ત્યાં સુધી અહીંયા થી ઉભા નહીં થવાયની ચીમકી આપી હતી ભાજપના પદાધિકારીઓ કાર્યાલયમાંથી ગાયબ થતાં ટેકેદારોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો