37 C
Ahmedabad
Saturday, April 27, 2024

મોડાસાના સાકરીયા,માલપુરના અણીયોર,મેઘરજના બાંઠીવાડા ગામે લઠ્ઠમાર હોળી: જીલ્લામાં રંગોના પર્વમાં ભૂલકાઓ સહીત યૌવન હિલોળે ચઢ્યું : જીલ્લા માં ઠેર ઠેર હોલિકાદહન: પ્રજાજનોએ દર્શન કર્યા


અરવલ્લી જીલ્લામાં હોળી પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણીમાં જીલ્લાના પ્રજાજનોએ રવિવારે વિવિધ વિસ્તારોમાં હોલિકાદહન મનાવી હતી જીલ્લાના નવપરણિત યુગલ,હોળી પહેલા જન્મેલા બાળકો સહીત ભૂલકાઓ,વડીલોએ હોળીના ૫ ફેરાફરી દર્શન કરી શ્રીફળ હોમી,ધાણી,ખજૂરનો પ્રસાદ આરોગી લુપ્ત ઉઠાવ્યો હતો સોમવારે રંગોના પર્વ ધુળેટીની રંગારંગ ઉજવણીમાં અબાલ,વૃદ્ધ સહીત મહિલાઓએ ધુળેટીની ઉજવેણીનો અનેરો આનંદ લીધો હતો જીલ્લાના અનેક વિસ્તારોમાં ધુળેટીના પર્વની નિમિત્તે ઘેરૈયાઓએ વાતાવરણ રંગીન બનાવી દીધું હતું
ફાગણવદ એકમ હોળીના બીજા દિવસે ધુળેટી પર્વની સમગ્ર જીલ્લાના મંદિરો સહીત પ્રજાજનોએ ધુળેટીના પર્વની ધામધૂમક પૂર્વક ઉજવણી કરી હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી કાળીયા ઠાકોરના મંદિરમાં ઉત્સવની ઉજવણીમાં ભક્તોએ શામળાજીને મથુરા અને વૃંદાવન બનાવી દીધું હતું
મેઘરજના બાંઠીવાડા, માલપુર તાલુકાના અણીયોર અને મોડાસા તાલુકાના સાકરીયા ગામે વર્ષોથી અને પેઢીઓથી પરંપરાગત રીતે ચાલી આવતી પ્રથા પ્રમાણે લઠ્ઠમાર હોળીની ઉજવણી કરવામાં આવી હતી ધુળેટીના દિવસે અણીયોર અને સાકરીયા ગામે આજુબાજુના ગામોના લોકો બપોરે ગામોના લોકો બપોરે ગામના મેદાનમાં એકઠા થઇ રાસગરબાની રમઝટ જમાવી લાકડીઓ અને ખુલ્લી તલવારો,ધારિયા સાથે લઠ્ઠમાર હોળી રમી આનંદોત્સવ મનાવ્યો હતો બંને ગામના લોકો અને યુવાનો ફરજીયાત વતને આવી પહોંચે છે ઉજવણી પૂર્ણ થતા છાસ અને ચણાનો પ્રસાદી આરોગી ઘરૈયાઓએ ઘર તરફ પ્રયાણ કર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!