32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભિલોડામાં શામળાજી-ઇડર હાઇવે પર ભાજપના કાર્યકરોનો ચક્કાજામ,શોભાના...

અરવલ્લી : ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભિલોડામાં શામળાજી-ઇડર હાઇવે પર ભાજપના કાર્યકરોનો ચક્કાજામ,શોભાના બારૈયાનો વિરોધ

0
214

ભિલોડામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભાજપના અગ્રણીએ જણાવ્યું હતું કે ભાજપે ઠાકોર સમાજનું અપમાન કરી લાખ્ખો મત ધરાવતા ઉમેદવારને બદલે બસ્સો મત ધરાવતા ઉમેદવારની પસંદગી કરી ભારે ભૂલ કરી છે

સાબરકાંઠા લોકસભા બેઠક પર અરવલ્લી જીલ્લા ભાજપ મહામંત્રી અને સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન તેમજ અંતરિયાળ વિસ્તારમાંથી આવતા ભીખાજી દૂધાજી ઠાકોર પર ભાજપે પસંદગી ઉતારી હતી જોકે ભાજપના કેટલાક આગેવાનોએ તેમની અટકને લઈને સોશ્યલ મીડિયા થી લઇ પત્રિકા યુદ્ધ શરૂ કરતા સમગ્ર મામલો દિલ્હી સુધી પંહોચતા હાઈકમાન્ડે તેમને ઉમેદવાર તરીકે પડતા મૂકવામાં આવ્યા હોવાની જાણ કરતા ભીખાજી ઠાકોરે સોશ્યલ મીડિયા મારફતે વ્યક્તિગત કારણોસર ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા તેમના સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો તેમના સ્થાને પ્રાંતિજના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને પક્ષ પલટો કરનારના ધર્મપત્ની શોભાના બેન બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કરતા ભાજપમાં ભડકો થયો છે અને ભારે વિરોધ થઈ રહ્યો છે

ભીખાજી દૂધાજી ઠાકોરના સમર્થનમાં ભિલોડા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉતરી આવ્યા છે બુધવારે ભિલોડા નગરમાંથી પસાર થતાં શામળાજી-ઇડર સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરી ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે યથાવત રાખી આયાતી ઉમેદવાર શોભાના બેન બારૈયાને બદલવામાં આવેની માંગ કરી ઉમેદવાર નહીં બદલવામાં આવે તો ચૂંટણીમાં ભાજપે ભોગવવાની તૈયારી રાખવાની ચીમકી ઉચ્ચારી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!