ગાંધીનગર કમલમ કાર્યાલયમાં ભીખાજી ઠાકોરે હાઈકમાન્ડના નેતાઓ સાથે મીટિંગ કર્યા પછી ઢીલા પડી ગયા હતા અને તેમણે શૂર બદલતા તેમના ટેકેદારો પણ ચોંકી ઉઠ્યા છે
Advertisement
સાબરકાંઠા લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે ભાજપે 13 માર્ચે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી દૂધાજી ઠાકોર (ડામોર)ની જાહેરાત કર્યા બાદ તેમની અટકનો મુદ્દાના પગલે હોબાળો થતાં હાઈકમાન્ડે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પડતાં મૂકતા અરવલ્લી જીલ્લાના મતદારોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે તેમના ટેકેદારોમાં ભારે રોષ ઉભો થતાં મેઘરજ સજ્જડ બંધ રહ્યું હતું તેમના સમર્થકોએ રેલીઓ કાઢી મોડાસા શ્રી કમલમ કાર્યાલયમાં ઉગ્ર વિરોધ નોધાવવાની સાથે તેમની ઉમેદવારી પરત કરવાની માંગ સાથે 2000 થી વધુ ભાજપના કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા હતા ભાજપે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની શોભાના બેનને ઉમેદવાર તરીકે જાહેર કરતા વધુ ભડકો થયો હતો અરવલ્લી જીલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં લોકો રોડ પર ઉતરતા કમલમ કાર્યાલય ગાંધીનગર બોલાવતા દોડી ગયા હતા અને દસ મિનિટ્સની મિટિંગ બાદ તેમના શૂર બદલાઈ ગયા હતા
સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયેલા ભીખાજી ઠાકોરને મોવડી મંડળે ગાંધીનગર કમલમ કાર્યાલયમાં બોલાવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રતનાકર સાથે મિટિંગ યોજ્યા પછી તેમણે મીડિયા સમક્ષ તેમના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરતા લોકો તેમના સમર્થકો છે કે નહીં તે ચેક કરવાનું જણાવતા મિડિયા સહિત અરવલ્લી જીલ્લાના તેમના સમર્થકો ચોંકી ઊઠ્યા છે તેમના સમર્થનમાં છેલ્લા ચાર ચાર દિવસથી ટેકેદારો ભીખાજી દૂધાજી ઠાકોરને ટીકીટ પરત મળે તે માટે રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ભાજપના અનેક સનિષ્ઠ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું ત્યારે ભીખાજી ઠાકોરના બોલ બદલાતા અનેક ટેકેદારો સમસમી ઉઠ્યા છે
ભીખાજી ઠાકોરે કમલમ ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું હાલ જે વિરોધ ચાલી રહ્યો છે એ મારી જાણ બહાર આવ્યા હોય તો એની તપાસ કરવું છું અને કહ્યું મારા સમર્થકો હશે તો હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય મને માન્ય છે