35 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લી : બાળકી પર બળાત્કાર..!! એક CHCના MOની બેદરકારી ના પગલે બળાત્કારી શંકાસ્પદ વૃદ્ધ ખુલ્લેઆમ ફરી રહ્યોની ચર્ચા


 

Advertisement

અરવલ્લી જીલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં નાબાલીગ બાળકી પર તેના કૌટુંબિક વૃદ્ધે શારીરિક અડપલા કે પછી બળાત્કાર કરાર ભારે ચકચાર મચી હતી બાળકીનો પરિવાર પીડિત દીકરીને જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જતા મેડિકલ ઓફિસરને સમગ્ર ઘટના અંગે જાણ કરી પરિવારની આબરૂની બીકે ફેરિયાદ કર્યા વગર સારવાર કરવાની વાત કરતા અગમ્ય કારણોસર મેડિકલ ઓફિસરે બાળકીને સારવાર કરી આપી હતી અને ફરજમાં બેદરકારી દાખવી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ ન કરતા વૃદ્ધ બળાત્કારીને છાવરવામાં શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે બાળકી પર 70 વર્ષીય વૃદ્ધે બળાત્કાર કર્યો કે પછી શારીરિક અડપલા તે અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

 

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જીલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો પરિવાર તેમની નાબાલીગ દીકરીને તેના કૌટુબિક દાદાના ઘરે સાચવવા મૂકી કામકાજ અર્થે ગયો હતો નાની પૌત્રી એકલી હોવાથી હવસખોર વૃદ્ધ દાદાના મનમાં વાસનાનો કીડો સળવળતા તેની સાથે હેવાનીયત ભર્યું કૃત્ય કરતા દીકરી ગભરાઈ ગઈ હતી દીકરીની માતા ઘરે આવતા દીકરીને ગભરાઈ ગયેલી હાલતમાં જોવા મળતા અને ગુપ્તભાગે દુખાવો થતો હોવાનું જણાવતા માતા ચોકી ઊઠી હતી દીકરીએ તેનાં દાદાએ તેની સાથે કરેલ કૃત્ય અંગે જણાવતા મહિલાના પગ તળે થી જમીન સરકી ગઈ હતી સમગ્ર ઘટના અંગે પરિવારજનોને વાત કરતા પરિવારજનો ઘરની આબરૂ નો ડર બતાવી પોલીસ ફરિયાદ નહીં કરવા મહિલા અને તેના પતિને સમજાવતા ભોગ બનનાર દિકરીના માતા-પિતાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું

Advertisement

70 વર્ષીય કૌટુંબિક દાદાના બળાત્કારનો કે પછી શારીરિક અડપલાંનો ભોગ બનેલ નાબાલિગ દિકરીને ગુપ્ત ભાગે દુખાવો થતા અને ગભરાઈ જતા સારવાર અર્થે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા ફરજ પર હાજર તબીબને દીકરી સાથે બનેલ અઘટિત ઘટના અંગે જાણ કરી સારવાર કરવા વિનંતિ કરતા તબીબ અગમ્ય કારણોસર પોલીસને જાણ કર્યા વગર સારવાર કરી આપતા પરિવાર બાળકીને લઈને ઘરે પરત ફર્યો હતો મેડિકલ ઓફિસરે ફરજમાં બેદરકારી દાખવી પોલીસને જાણ ન કરતા 70 વર્ષીય હવસખોર વૃદ્ધ બિંદાસ્ત ગ્રામ્ય વિસ્તારમાં નિર્લજ બની ફરી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!