asd
23 C
Ahmedabad
Thursday, November 14, 2024

અરવલ્લી : રતનપુર ચેકપોસ્ટ પર મહિલાએ લોખંડની પાઇપ કોન્સ્ટેબલ ને પગ પર મરતા ફ્રેક્ચર,ચાર લોકોએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો


શામળાજી પોલીસ પર હુમલો કરનાર અમદાવાદના બે પુરુષ-બે મહિલાઓનું લુખ્ખાગીરી CCTV કેમેરામાં કેદ

Advertisement

જામનગરના અને અમદાવાદ વસ્ત્રાપુર જજીસ બંગ્લોઝ રોડ પાર્ક પાયલ ફ્લેટમાં રહેતા બંને કપલ જેલના સળિયા પાછળ

Advertisement

અરવલ્લી જીલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરી વર્ધી ફાડી નાખી બેફામ બનેલ એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલ લોખંડની પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મીના પેજ ફ્રેક્ટચર થયું હતું અન્ય પોલીસકર્મીઓની વર્દી ફાડી નાખી બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે જીવલેણ હુમલો કરતા શામળાજી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી બે પુરુષ-બે મહિલાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Advertisement

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ લાલસિંહ નામના કોન્સ્ટબલ અન્ય પોલીસકર્મીઓ સાથે ધુળેટીની રાત્રે અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા કારને અટકાવી તલાસી લેતા અંદર બે કપલ બેઠેલ હતા તલાસી દરમિયાન પાછળથી એક હોન્ડા અમેઝ કારમાં કપલ આવ્યું હતું અને કાર અટકાવી બ્રેઝા કારમાં રહેલ બંને કપલે તેમની સાથે ઓવરટેક કરવા બાબતે ઝગડો કર્યો હોવાનું જણાતા ભયભીત કપલને અંદર પોલીસ ચોકીમાં બેસવા જણાવતા બ્રેઝા કારમાં રહેલ બે પુરૂષ અને બે મહિલાઓ ઝગડો કરવા લાગતા જયરાજસિંહ સહિત અન્ય પોલીસે બંને કપલને સમજાવવા જતા બંને કપલ ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મીઓની ફેટ પકડી લઇ વર્ધી ફાડી નાખી હતી તેમજ પોલીસને કેમ વીડિયો ઉતારો છો કહી પ્રીતિબા અર્જુનસિંહ ઝાલાએ જયરાજસિંહ પર લોખંડની પાઇપ વડે હુમલો કરતા પગે ફ્રેક્ચર થયું હતું ત્યારે શિવાનીબા સહદેવસિંહ ઝાલાએ ગડદા-પાટુનો માર મારી બંને કપલે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી

Advertisement

શામળાજી પોલીસે કોન્સ્ટેબલ જયરાજસિંહ લાલસિંહની ફરિયાદના આધારે 1) સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા,2)શિવાનીબા સહદેવસિંહ જાડેજા ,3) અર્જુનસિંહ કનકસિંહ ઝાલા અને 4)પ્રીતિબા અર્જુનસિંહ ઝાલા (ચારે રહે,બી/4 પાયલ ફ્લેટ જજીસ બંગ્લોઝ રોડ, વસ્ત્રાપુર-અમદાવાદ) વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!