31 C
Ahmedabad
Saturday, April 27, 2024

શહેરાનગરમાં આવેલા આધારકાર્ડ કેન્દ્રની બહાર લોકોની ભીડ,કીટની સંખ્યા વધારવાની માંગ


શહેરા
શહેરા નગરમાં આવેલા સેવાસદન ખાતે અને તાલુકા પંચાયતના પંટાગણમા ચાલતા આધારકાર્ડ કેન્દ્રની બહાર વહેલીસવારથી લોકોની ભીડ જોવા મળી રહી છે.આધારકાર્ડ અપડેટ કરાવા તેમજ સુધારાવધારા કરાવવા સહિતની કામગીરી ચાલી રહી છે. ત્યારે આધારકાર્ડની કીટોની સંખ્યા વધારવાની માંગ કરવામા આવી રહી છે. કારણ કે શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી આધારકાર્ડના સુધારા વધારા માટે મહિલાઓ પોતાના બાળકોના આધારકાર્ડ,વૃધ્ધો, સહિતનાઓ સવારથી આવી બેસી રહેવાનો સમય આવે છે.

Advertisement

સરકારી સેવા કે યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ ખુબ અનિવાર્ય પુરાવો છે.શહેરાનગરમાં તાલુકા સેવા સદન તાલુકા પંચાયતના પંટાગણમાં આધારકાર્ડ સેન્ટરો આવેલા છે. આ સેન્ટરો પર વહેલી સવારથી શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમાંથી દુર દુરથી લોકો આધારકાર્ડમાં સુધારો કરવા આવતા હોય છે. આધારકાર્ડ કેન્દ્રો બહાર હાલમા મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. આધારકાર્ડ કઢાવવા તેમજ અપડેટ કરાવા આવનારા લોકોની સંખ્યા વધારે છે. જેના કારણે લોકોએ સેન્ટરની બહાર બેસી રહેવાનો વખત આવે છે. પાંચ વર્ષની પુરા થઈ ગયા હોય તેવા બાળકોના આધારકાર્ડ અપટેડ કરાવાના હોવાથી માતાઓને પોતાના નાના બાળકોને લઈને વહેલી સવારથી જ ઘરના ખેતી સહિતના કામકાજ છોડીને બહાર બેસી રહેવુ પડે છે. વૃયોવૃધ્ધો પણ બેસી રહેવા મજબુર બન્યા છે.હાલમા ઉનાળાના શરુઆત થઈ ગઈ છે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામા આવે તેવી માંગ લોકો દ્વારા કરવામા આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!