40 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લી : શામળાજી પોલીસે I-20માંથી 32 બોટલ દારૂ સાથે સુરત ના વેપારીને દબોચ્યો,મોડાસા પોલીસે ચા પીવા આવેલ ચોરને ઉઠાવ્યો


અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણીમાં વિદેશી દારૂની હેરાફેરી અટકવવા તેમજ ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર રતનપુર ચેકપોસ્ટ નજીક આઈ-20 કારમાં ગુપ્તખાનાંમાં સંતાડીને ઘુસાડતી વિદેશી દારૂની 32 બોટલ સાથે સુરતના વેપારીને ઝડપી લીધો હતો મોડાસા ટાઉન પોલીસે લીઓ પોલીસ ચોકી નજીક ચાની લારી પર ચાની લિજ્જત માણવા પહોચેલ ચોરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ મહિના અગાઉ ચોરી કરી ફરાર થઈ ગયો હતો

Advertisement

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ હાથધરી નાના-મોટા વાહનોમાં ઘુસાડાતો લાખ્ખો રૂપિયાના દારૂ ને ઝડપી રહી છે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈ-20 કારને અટકાવી તલાસી લેતા કારની પાછળની સીટ નીચે ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-32 કિં.રૂ.28560/- તેમજ કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.2.30થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક વેપારી બુટલેગર રાજેન્દ્ર પ્રતાપચંદ્ર ચંદેલ (ખત્રી) (રહે, પ્રતિષ્ઠા સોસાયટી, ઓલપાડ-સુરત)સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

મોડાસા ટાઉન પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા દધાલિયા ગામના મંદિરની દાન પેટીમાં રહેલી રોકડ રકમ તથા પૂજારીના બે મોબાઈલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ જીસાન હમીદ શેખ (રહે,નવી વસાહત,રાણાસૈયદ-મોડાસા) બસસ્ટેન્ડ નજીક આવેલ લીઓ પોલીસ ચોકી નજીક ચાની કીટલી પર ચા પીવા આવવાનો હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી કોર્ડન કરી દબોચી લઇ ટીંટોઈ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!