34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લીઃમોડાસા માર્કેટયાર્ડમાં ખેત પેદાશ વેચવા આવતા ગ્રાહકોને પીવાના પાણી અને મુતરડીની વ્યવસ્થા...

અરવલ્લીઃમોડાસા માર્કેટયાર્ડમાં ખેત પેદાશ વેચવા આવતા ગ્રાહકોને પીવાના પાણી અને મુતરડીની વ્યવસ્થા માટે વલખાં

0
128

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા એપીએમસી યાર્ડ યાને કે માર્કેટ યાર્ડમાં રોજના પોતાની ખેતપેદાશો વેચવા માટે અને ત્યાંથી જ જીવન જરૂરિયાતની કરિયાણું વગેરે ચીજોની ખરીદી કરવા હજારો માણસોની અવરજવર રહે છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું માર્કેટયાર્ડ આમ તો ખેડૂતોની સુખ સુવિધા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઊભું કરવામાં આવતું હોય છે. પરંતુ મોડાસા માર્કેટયાર્ડને જોતાં એમ લાગે છે કે અહીં ખેડૂતોની સુખ સુવિધાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે
મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે કમનસીબીની વાત તો પ્રથમ એ છે કે અહીં આવી કાળઝાળ ગરમીની સિઝનમાં પણ ખેડૂતો માટે પીવાના પાણીની કોઈ જ ચોક્કસ વ્યવસ્થા નથી..!! મોડાસા માર્કેટ યાર્ડમાં રોજના હજારો ખેડૂતોની અવરજવર રહે છે પરંતુ ખેડૂતોને પેશાબ લાગે તો કોઈ જ મુતરડીની વ્યવસ્થા નથી ખેડૂતોના જણાવ્યા મુજબ માર્કેટયાર્ડમાં જૂની મુતરડી હતી તે તોડી નાખીને તેની ઉપર દુકાનો બનાવી હરાજી કર્યા વગર દુકાનો મામકાઓને પધરાવી દીધાની લોકચર્ચાઓ ચાલી રહી છે…. .!!!!! હાલમાં માત્ર બે જણા જ ઊભા રહે તેવી નાની મુતરડી બનાવવામાં આવી છે અને આ મુતરડી આગળ ગંદકીના ઢગલા પણ જેમના તેમ પડ્યા છે જેથી ખેડૂતોને ના છૂટકે બહાર ઊભા રહી પેશાબ કરવો પડે છે પરંતુ ખેડૂતોની સુવિધા માટે નવી મુતરડીની વ્યવસ્થા કરવાનું માર્કેટ યાર્ડના સત્તાધીશોને દેખાતું નથી…!!!

આમ જોવા જઈએ તો ભારત સરકારના સ્વચ્છતા અભિયાનના મોડાસા માર્કેટયાર્ડમાં ધજાગરા ઉડી રહ્યા છે…!!!મોડાસા ખાતે જિલ્લા મથકે આવેલું આવડું મોટું માર્કેટ યાર્ડ હોવા છતાં આવનાર ખેડૂતો માટે આરામ કરવા માટે કોઈપણ હોલની વ્યવસ્થા નથી.. તથા ખેડૂતોને સસ્તુ જમવાનું તથા ચા નાસ્તો મળી રહે તે માટે કોઈપણ પ્રકારની કેન્ટીનની વ્યવસ્થા નથી…!!!જો આવનાર સમયમાં મોડાસા માર્કેટ યાર્ડના સત્તાવાળાઓ ખેડૂતોની સુવિધા બાબતે યોગ્ય નહીં કરે તો ખેડૂતો મોડાસા માર્કેટ યાર્ડ સામે ખેડુતો ધરણાં કરવાના હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!