6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જીલ્લામાં ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી રાજ્યકક્ષાના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે ભાજપના કાર્યકર્તાઓ સાથે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરી સુરપુર ગામમાં ઘરે ઘરે છત પર ભાજપ ધ્વજ લહેરાવ્યો હતો
અરવલ્લી જીલ્લામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તોએ તેમના ઘરની છત અને ધાબા પર ભાજપના ધ્વજ ફરકાવ્યા હતા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર તેમના વતનને અડીને આવેલ સુરપુર ગામમાં ઘરે ઘરે પંહોચી લોકસંપર્ક કરી દરેક મકાનના ધાબા અને છત પર ભાજપનો ધ્વજ લગાવ્યો હતો અને ભાજપ સરકારના વિકાસના કામોની માહિતી આપી હતી ભીખુસિંહ પરમાર સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા
અરવલ્લી : મંત્રી ભીખુસિંહ પરમારે ભાજપ સ્થાપના દિને સુરપુર ગામમાં ઘરે ઘરે ભાજપનો ધ્વજ ફરકાવી ઉજવણી કરી,કાર્યકતાઓ ઉમટ્યા
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -