37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ અરવલ્લી : વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ શામળાજીની જનરલ સભા યોજાઈ

અરવલ્લી : વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ શામળાજીની જનરલ સભા યોજાઈ

0
195

39 ગામોના પંચાલ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવીન કારોબારીની રચના*

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ શામળાજી ની જનરલ સભા તાજેતરમાં યોજાઈ.ભિલોડા તાલુકાના નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી મોહનભાઈ પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ જનરલ સભામાં મંત્રી રમેશભાઈ પંચાલ એ સૌનું શાબ્દિક સ્વાગત કરી સમાજના અક્ષર નિવાસી થયેલાં મનમાં બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.પ્રમુખ કિશોરભાઈ પંચાલ એ નવ વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારીમાં સંસ્થાના વિકાસની યશગાથા રજૂ કરી હતી.સમાજના વિકાસ માટે કિશોરભાઈ અને તેમની ટીમે કરેલ કાર્યની સમાજે ભરપેટપ્રશંસ કરી બિરદાવ્યા હતા.ત્રણ ટર્મ સુધી રહેલા પ્રમુખ કિશોરભાઈ પંચાલ નો સમાજે આભાર માન્યો.ત્યાર બાદ છેલ્લા ત્રણ વર્ષના હિસાબોની વાંચન કરવામાં આવેલ.નવીન કારોબારી માટે કુલ 65 પ્રતિનિધિઓની સમાજસેવા માટે પસંદગી કરવામાં આવી.અને તેમાંથી જ 21 સભ્યોની કારોબારીની સર્વાનુમતે રચના કરવામાં આવી.તત્કાળ જ આ કારોબારીની બેઠક મળી.જેમાં સમાજના વિશ્વકર્માં પંચાલ જ્ઞાતિ સેવા સંઘ શામળાજીના ત્રણ વર્ષ માટે હોદ્દેદારો માં પ્રમુખ તરીકે કુશ્કી ગામના પ્રવીણભાઈ મોહનભાઈ પંચાલ,ઉપપ્રમુખ અનિલભાઈ પંચાલ (બોલુંદરા),મંત્રી કનુભાઈ પંચાલ (તરકવાડા),સહ મંત્રી રશ્મિક પંચાલ (કારછા),દિનેશ કે.પંચાલ ખજાનચી (શણગાલ),અધ્યક્ષ રામભાઇ પંચાલ (નવાગામ) જ્યારે ઉપાધ્યક્ષ તરીકે ભીખાભાઈ પંચાલ (પાલ્લા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
નવીન હોદ્દેદારોને અડ આઠમ પંચાલ સમાજના પ્રમુખ રામભાઇ પંચાલ સહિત સૌએ આવકારી અભિનંદન આપી સમગ્ર ટીમ તને,મને અને ધને સંસ્થાનો સર્વાંગીણ વિકાસ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!