મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોમાં હવે ભાજપ ના નેતાઓ અને આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો છે તેમજ જ્યાં સુધી રૂપાલાની ટિકીટ રદ્દ ના થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહી ના ક્ષત્રિય સમાજે સોશિયલ મીડીયા પર સ્ટેટસ અને ગામમાં બેનર લગાવી વિરોધ યથાવત છે ભાજપના નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરૂધ્ધટીપ્પણી કરી હતી જેના ગુજરાત ભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાછે ત્યારે મેઘરજ તાલુકાના વિવિધ ગામોમાં યુવકો દ્વારા સોશિયલ મીડીયાના વિવિધ ગ્રુપો થકી પુરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ ના થાય ત્યાં સુધી ભાજપના કોઇપણ નેતા આગેવાન કે કાર્યકરે ગામમાં પ્રવેશ કરવો નહી તેવા બેનર લગાવી પોસ્ટર વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો જેમાં મેઘરજના વડથલી ખાંડીવાવ કંભરોડા બેડઝ કુણોલ જેવા ગામોના ક્ષત્રિય સમાજના યુવકોએ સોશિયલ મીડીયામાં પોસ્ટર વાયરલ કર્યા હતાં તેમજ મોબાઇલ પર સ્ટેટસ મુકી રોષ ઠાલવ્યો હતો
મેઘરજ : કુણોલ ગામે ભાજપ માટે પ્રવેશ બંધીના બેનર લાગ્યા : ભાજપ અગ્રણીઓ ને ગામમાં પ્રવેશબંધી સાથે સુત્રોચાર કર્યો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -