28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા...

પંચમહાલ : મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી

0
173

(મેરા ગુજરાત-હાલોલ)

પંચમહાલ જીલ્લામા મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમઝાન ઈદની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી,ઈદને લઈને વિશેષ નમાઝ અદા કરવામા આવી હતી. હાલોલ ખાતે ઈદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે ઈદની નમાજ અદા કરવામા આવી હતી ઈસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસની કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત કરવામાં આવી હતી. ગઇકાલે ઈદનો ચાંદ દેખાતા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા, કાલોલ,હાલોલ શહેરા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામા આવી હતી.શહેર-જિલ્લામાં આવેલી તમામ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી. રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને ખાસ દુવા કરવામાં આવી હત.હાલોલ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા પોલીસ સ્ટાફ નું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!