(મેરા ગુજરાત-ગોધરા)
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર પાસે વડોદરા હાઈવે નજીક આવેલા લીલેસરા ખાતેના જેટકો કંપનીના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી.જેમા કંપનીના કેટલાક મુકી રાખવામા આવેલા કેબલ સહિતના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે. આ મામલે જેટકો કંપની દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામા આવતા ફાયર વિભાગના બંબાઓ પહોચી ગયા હતા. અને પાણીનો મારો ચલાવાયો હતો, અને આગને કાબુમા લેવાઈ હતી.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર પાસે લીલેસરા ખાતે વડોદરા હાઈવે પર જેટકો કંપનીનુ એક કમ્પાઉન્ડ આવેલુ છે.બપોરના સમયે એકાએક આગ લાગી હતી. અને આગ આસપાસ પ્રસરી જતા મોટુ સ્વરુપ લીધુ હતુ. જેટકોના અધિકારીઓને ઘટના ધ્યાને આવતા તેમના દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવાયો હતો. બે બંબા દ્વારા આગ ઓલવાની કામગીરી કરવામા આવી હતી. આ આગને કારણે જે કંપાઉન્ડમા વીજ ટ્રાન્સફોર્મર અને કેબલ મુકેલા હતા તે બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે લાખોની નુકશાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ મામલે કોઈ જાનહાની થઈ નથી. પણ સુકા ઝાડીઝાખરા હોવાના કારણે આગ વધારે પ્રસરી હતી. પણ હાલમા આગ પર પાણીનો મારો ચલાવતા કાબુમાં લેવામા આવી છે. આગ લાગવાનુ કારણ હાલ અકબંધ છે.