32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા : લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું શક્તિપ્રદર્શન 1000 વાહનોના...

સાબરકાંઠા : લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું શક્તિપ્રદર્શન 1000 વાહનોના કાફલા સાથે ઉમેદવારી પત્રક ભર્યું

0
206

BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધવતા ત્રિપાંખિયા જંગના એંધાણ

ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેલીના સર્વ સમાજના લોકો ઉમળકાભેર ઉમટ્યા

અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના બે ધારાસભ્યના છુપા આશિર્વાદ હોવાની ચર્ચા

ભાજપ ઉમેદવાર શોભાનાબેન બારૈયાના વિરોધી જૂથના નારાજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનનું ખુલ્લું સમર્થન

ભીખાજી ઠાકોરના સમર્થકો ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન કરવું કે નહીં ના અવઢવમાં,કેટલાક ટેકેદારોએ સમર્થન જાહેર કર્યું

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મંગળવારે શુભ મુહર્તમાં ઉમેદવારી પત્ર ભરી દીધા પછી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના સીધા જંગના મંડરાણ વચ્ચે ભાજપના સંનિષ્ઠ યુવા કાર્યકર અને સેવાકીય કાર્યો માટે જાણીતા BZ ગ્રુપ અને ગ્રોમોર એજ્યુકેશનના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુરુવારે જંગી વાહનોના કાફલા સાથે ગ્રોમોર કેમ્પસથી રેલી કાઢી ઉમેદવારી પત્ર ભરતા સાબરકાંઠા લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે ભાજપ-કોંગ્રેસ ના ઉમેદવારોનું શક્તિપ્રદર્શન અને રેલી અપક્ષ ઉમેદવારની રેલી સામે વામણી પુરવાર થઈ હતી

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક હજારથી વધુના વાહનના કાફલા સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધવતા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેલી પર હિંમતનગર શહેરના સહકરીજીન થી કલેક્ટર કચેરી સુધી ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ હતી રેલીમાં સ્વંભૂ લોકો ઉમટ્યા હતા ગ્રોમોર કેમ્પસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જંગી જમનેદનીને સંબોધન કરી સભા ઉપસ્થિત માતા-બહેનો અને વડીલોના આશીર્વાદ લીધા હતા અને જંગી સભામાં ઉપસ્થિત લોકોએ ભુપ્રંદ્રસિંહ ઝાલાને વિજય બનાવવા શપથ લીધા ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાના વિરોધી જૂથના અને કેટલાક સનિષ્ઠ ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ખુલ્લું સમર્થન કરતા ભાજપના પદાધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે બાહુબલી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધવતા ચૂંટણીમાં તેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવારને મળી શકે છે

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    error: Content is protected !!