પત્નીની હત્યા કર્યાબાદ પતિ એ કુહાડી થી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો
મેઘરજ તાલુકાના મોટીભુવાલ ગામે પતિ પત્નીના ઘર કામકાજ બાબતે જગડામાં પતિએ પત્નીને કુહાડીના
ઘા જીકી હત્યા કરી પતિએ પોતે કુહાડી ગળામાં ગસી આત્મ હત્યાનો પ્રયાસ કરતાં
સારવાર અર્થે ખસેડાયો હતો
મોટીભુવાલ ગામના ૫૫ વર્ષીય નાનાભાઇ નવાભાઇ ડામોર સોમવારે તેમની પત્ની માંગીબેન સાથે પોતાના ઘરે હતા નાનાભાઇ નો દિકરો તેની સાસરી ગયો હતો તે દરમિયાન રાત્રીના સમયે ઘરના કામ કાજ બાબતે જગડો કરી નાનાભાઇ ડામોરે તેમની પત્ની માંગીબેન ને કુહાડીના ઘા જીકી હત્યા કરીનાખી હતી ત્યારબાદ સવારે નાનાભાઇનો દિકરો ઘરે આવતાં ઘર ખોલી જોયુતો પોતાની માતા લોહી લુહાણ હાલતમાં પડી હતી જેથી દિકરો લક્ષ્મણ બુમાબુમ કરતાં તેના પિતા નાનાભાઇ ઘર પાછળથી દોડી આવી દિકરાની સામે કુહાડી પોતાના ગળામાં ગસી નાખતાં નાનાભાઇને પણ ગંભીર ઇજાઓ થતાં લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયા હતા દિકરા લક્ષ્મણે પરીવાર જનોને જાણ કરી ૧૦૮ ને બોલાવી ઇજાગ્રસ્ત નાનાભાઇ ને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા તેમજ પોલીસને જાણ કરતાં મેઘરજ ઇસરી ટીંટોઇ એલ સી બી પોલીસ ઘટના સ્થળે દોડી આવી મ્રુતક મહીલાના પિયરીયાઓને બોલાવી મ્રુતદેહને પીએમ અર્થે મેઘરજ ખાતે ખસેડાયો હતો મ્રુતક મહીલાના દિકરા લક્ષ્મણ નાના ડામોરના નીવેદનના આધારે મેઘરજ પોલીસે આરોપી.નાના નવા ડામોર રહે.મોટીભુવાલ તા.મેઘરજ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરીછે
ઘર પાછળ થી લોહી વાળી કુહાડી મળી
નાનાભાઇ ડામોરે પોતાની પત્નીની કુહાડી થી હત્યા કરી પોતે કુહાડી થી ગળાના ભાગે ઘા કરી આત્મ હત્યાની કોશીશ કરી હતી તે કુહાડી પોતાના ઘર પાછળ ઉકરડા પર નાખી દીધેલી પોલીસે લોહી વાળી કુહાડી જપ્ત કરી હતી