સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં સંસદીય બેઠકની યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના સરહદી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય અને આંતરજીલ્લા સરહદ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ અરવલ્લી જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરિક અને જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ સઘન કામગીરી હાથધરી છે અરવલ્લી જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરિક અને જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે લોકસભાની ચૂંટણીના પગલે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ જીલ્લાના આંતરરાજ્ય સરહદો પર ઉભી કરેલ ચેકપોસ્ટ ની મુલાકાત લીધી હતી મેઘરજ તાલુકાની કાલિયાકુવા અને ઉંડવા ચેકપોસ્ટ પર ઓચિંતી મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતાં વાહનચાલકો સાથે બંને અધિકારીઓએ ચર્ચા કરી હતી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 12 નાકાઓ પર સુરક્ષા સાધનો સાથે 188 પોલીસકર્મી , હોમગાર્ડ અને જીઆરડી જવાનો ચોવીસ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે