38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : લો….બોલો નાના બખોલમાંથી બે સગીરા ભાગી,મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સના...

અરવલ્લી : લો….બોલો નાના બખોલમાંથી બે સગીરા ભાગી,મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સના કર્મચારીઓની ઘોર બેદરકારી

0
223

ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સના જબાબદાર કર્મીઓની બે સગીરા ગુમની ઘટના છુપાવવા ધમપાછડા

કપડાં સૂકવવા ગયેલ બંને સગીરા એક સાથે ફરાર થતાં દોડધામ

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સગીરાનું અજાણ્યા ઇસમ અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ

 

ગુજરાતમાં નારી સંરક્ષણ ગૃહ અને બાળ ગૃહમાંથી છોકરીઓ નાસી ગઈ હોવાના કિસ્સા સમયાંતરે બનતા રહે છે અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આવેલ ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં રહેતી બે સગીરા કપડા સૂકવવાના બહાને બાજુના ધાબા પર રહેલ બખોલ માંથી બે સગીરા ફરાર થઈ જતા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી હતી મોડાસા ટાઉન પોલીસે અજાણ્યા ઇસમ સામે અપહરણનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

 

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા શહેરની માણેકબાગ સોસાયટી નજીક આવેલ ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં પોક્સો એક્ટ અંતર્ગત ભોગ બનેલ સાબરકાંઠા જીલ્લાની બે સગીરા છેલ્લા કેટલાક સમયથી રહેતી હતી બંને સગીરાઓ કપડા સૂકવવા ગયા બાદ ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સના ધાબા પર કે પછી કપડાં સૂકવવા ગયા બાદ નાની બખોલ માંથી બંને સગીરા ગુમ થઈ જતા ભારે ચકચાર મચી હતી ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં ફરજ બજાવતા કર્મીઓએ બંને સગીરાની આજુબાજુમાં શોધખોળ હાથધર્યા બાદ કોઇ અત્તોપત્તો ન લાગતા ચોંકી ઊઠ્યા હતા

મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સના કર્મી પીનલબેન પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે સગીરાનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હોવાનો ગુન્હો નોંધવતા ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!