ખગોળીય ઘટનાઓને નિહાળવા માટે રસિકો ઉત્સુક હોય છે માર્ચ મહિનાથી એપ્રિલ મહિનાના અંત સુધી 12/P Pons-Brook ધૂમકેતુ ધૂમકેતુ જોવા મળે છે. આ ધૂમકેતુના શોધક જોહન લુઈ પોન્સ અને વિલિયમ રોબર્ટ બુકસ હતા ધૂમકેતુ 71 વર્ષ પરિભ્રમણ કક્ષા નો સમયગાળો ધરાવે છે ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશામાં આ ધૂમકેતુ નરી આંખે ઝાંખો અને બાયનોક્યુલર, ટેલિસ્કોપ જેવા ઉપકરણોથી સુંદર રીતે જોવા મળે છે. ધૂમકેતુ ટેલિસ્કોપમાં આછા લીલા ભૂરા રંગના વાદળ જેવો દેખાશે
આ ધૂમકેતુને જોવા માટે સાંજના સમયે સૂર્યાસ્ત ના 40-45 મિનિટ બાદ ધૂમકેતુ અસ્ત થાય ત્યાં સુધી જોઈ શકાય છે. ધૂમકેતુ નિહાળવા શહેરી લાઇટોથી દૂર ધટ્ટ અંધકાર હોય અને ટેકરી ઉપર ઉતર-પશ્ચિમ ખુલ્લા વિસ્તારની જગ્યા પસંદ કરવી.
પ્રો ગિરીશ વેકરીયા,સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા એ આ ધૂમકેતુ નિહાળવા માટે વિધાર્થીઓ અને ખગોળ રસિયાઓને અપીલ કરી છે
