38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગોધરા- પંચમહાલ લોકસભા બેઠક માટે આમ જનમત પાર્ટીના લક્ષ્મણભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યુ

ગોધરા- પંચમહાલ લોકસભા બેઠક માટે આમ જનમત પાર્ટીના લક્ષ્મણભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યુ

0
149

ગોધરા
પંચમહાલ જીલ્લામા લોકસભાની ચુટણીનો માહોલ ધીમધીમે જામી રહ્યો છે. જીલ્લા ચુટણી અધિકારીની કચેરી ખાતે ઉમેદવારો પોતાના સર્મથકો સાથે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠક માટે નવનિમિર્ત રાજકીય પક્ષ માટે આ જનમત પાર્ટીના ઉમેદવાર માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. અને પોતાની દાવેદારી નોધાવી હતી.
પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ,કોગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારો દાવેદારી નોધાવી રહ્યા છે,સાથે અપક્ષ ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોધાવી રહ્યા છે. આ વખતે પ્રથમવાર આમ જનમત પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવાર મેદાનમા ઉતારવામા આવ્યા છે.પૂર્વ આર્મીમેન લક્ષ્મણભાઈ ગલાભાઈને ટિકિટ આપવામાં આવી હતી. પોતાના સમર્થકો સાથે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે પોતાનું ઉમેદવારીપત્ર આપી કરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.લક્ષ્મણભાઈએ જણાવ્યુ હતુ કે પોતે મોંઘવારીથી ત્રસ્ત બન્યા છે, ત્યારે મોંઘવારી સહિતના મુદ્દાઓ લઇને તેઓ પ્રજા વચ્ચે જઈને મત માંગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!