38 C
Gujarat
Sunday, July 12, 2026
Home Uncategorized અરવલ્લી : મેઘરજના રાજગોળ ગામે વરઘોડામાં ચપ્પાના ઘા જીક્યા, બે...

અરવલ્લી : મેઘરજના રાજગોળ ગામે વરઘોડામાં ચપ્પાના ઘા જીક્યા, બે યુવકો ઇજાગ્રસ્ત,રોડ પર પસાર થતી ઇકોને ઉભી રાખવા કહેતા

0
136

 

મેઘરજના રાજગોળ ગામે લગ્નના વરઘોડા દરમિયાન રસ્તા પર જતી ઇકો ગાડીના ચાલકે વરઘોડામાં ફરતા બે યુવકો ઉપર હુમલો કરી ચપ્પાના ઘા જીકતાં બંન્ને યુવકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા 

મેઘરજના પંચાલ ચીથરીયા ગામના જયદીપભાઇ જીવાભાઈ મેણાત અમદાવાદ ખાતે કામદાર રાજ્ય વીમામાં મદદનીશ નિયામક કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરેછે અને મોડાસા મા રહેછે બે દિવસ અગાઉ મોડાસા ખાતે જયદિપભાઇના બે મિત્રો આવ્યા હતા રાજગોળ ગામે જયદિપભાઇના મિત્રનુ લગ્ન હોય સાંજે જયદિપભાઇ બે મિત્રો સાથે રાજગોળ ગામે ગયા હતા  ત્યાં વરઘોડો નિકળેલ હતો જે વરઘોડામાં જયદિપભાઇ તેમના બે મિત્રો સાથે જોડાયા હતા અને વરઘોડો ફરતો ફરતો રાજગોળ થી ચિથરીયા નજીક હતો તે વખતે જયદિપભાઇ અને તેમના બે મિત્રો વરઘોડા આગળ જઇ પોતાના મોબાઇલ ફોનમાં સેલ્ફી લેતા હતા તે દરમિયાન મેઘરજ તરફથી એક ઇક્કો ગાડી આવેલ જેથી જયદિપભાઇએ હાથ બતાવી થોડીવાર ઉભો રહેવા જણાવતાં ઇક્કો ચાલક તેની ગાડીમાંથી ઉતરી મારી ગાડી કેમ ઉભી રાખીછે તેમ કહીને બિભસ્ત ગાળો બોલી ત્યાંથી જતો રહ્યો હતો વરઘોડો આગળ જતાં ઇકો ચાલક તેમજ અન્ય ત્રણ શખ્સો દોડી આવી જયદિયભાઇને ચપ્પાનો ઘા મારી ઢોર માર મારવા લાગ્યા હતા જેથી જયદિપભાઇ નો મિત્ર વચ્ચે પડતાં તેના ઉપર પણ ચપ્પાનો ઘા મારી હુમલો કરાયો હતો વરઘોડામાં આવેલ અન્ય શખ્સો વચ્ચે પડી બંન્ને યુવકોનો જીવ બચાવ્યો હતો બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા જે ઘટનામાં ઇજાગ્રસ્ત જયદિપ જીવા મેણાતે ઇસરી પોલીસમાં આરોપી.શૈલેશ વિશ્રામ હોથા અને નિરંજન સુરજી ભગોરા બંન્ને રહે.રાજગોળ તા.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ નોધાવીછે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!