33 C
Ahmedabad
Tuesday, May 28, 2024

ગોધરા- પંચમહાલ લોકસભા બેઠક માટે બહુ જન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકરે ઉમેદવારી પત્ર સર્મથકો સાથે ભર્યૂ


ગોધરા,
પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ,કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવ્યા બાદ બહૂજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર દ્વારા પોતાના સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ હતૂ.ભારતીય જનતા પાર્ટીમાથી ટીકીટ ન મળતા તે બહૂજન સમાજ પાર્ટીમાથી ઉમેદવારી નોધાવી છે.લોકોના હિતને ધ્યાનમા રાખીને તેઓ પોતાનો ચુટણી પ્રચાર કરશે હોવાનૂ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.
પંચમહાલ લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ ના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા બાદ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર દ્વારા પોતાનું ફોર્મ જીલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ભરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શૈલેષ ઠાકર ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેઓ દ્વારા પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ગોધરા અને લુણાવાડા વિધાનસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ની માંગણી કરી હતી પરંતુ ભાજપ દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી ન હતી. જ્યારે લોકસભા 2024 ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી પંચમહાલ લોકસભા બેઠક માટે તેઓ દ્વારા ટિકિટ ની માંગણી કરવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી ન હતી. બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ શૈલેશ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલની રાજકીય પાર્ટીઓ દ્વારા જાતિ આધારિત મેરીટ પ્રમાણે ટિકિટોની ફાળવણી કરવામાં આવે છે જે લોકશાહીના મૂલ્યોને વિપરીત છે. ઓછા ભણતર ધરાવતા ઉમેદવારો અને જાતિ આધારિત મેરીટ ધરાવતા ઉમેદવારોને ટિકિટો આપવામાં આવે છે. જેને લઈને તેઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને લોકસભા 2024 ની ચૂંટણીમાં વિવિધ મુદ્દાઓને લઈને તેઓ લોકો સમક્ષ જશે અને ચૂંટણી પ્રચાર કરશે.ગોધરા- પંચમહાલ લોકસભા બેઠક માટે બહુ જન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકરે ઉમેદવારી પત્ર સર્મથકો સાથે ભર્યૂ
ગોધરા,
પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ,કોંગ્રેસ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવ્યા બાદ બહૂજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર દ્વારા પોતાના સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યુ હતૂ.ભારતીય જનતા પાર્ટીમાથી ટીકીટ ન મળતા તે બહૂજન સમાજ પાર્ટીમાથી ઉમેદવારી નોધાવી છે.લોકોના હિતને ધ્યાનમા રાખીને તેઓ પોતાનો ચુટણી પ્રચાર કરશે હોવાનૂ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.
પંચમહાલ લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ ના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા બાદ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર દ્વારા પોતાનું ફોર્મ જીલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ભરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શૈલેષ ઠાકર ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેઓ દ્વારા પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ગોધરા અને લુણાવાડા વિધાનસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ની માંગણી કરી હતી પરંતુ ભાજપ દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી ન હતી. જ્યારે લોકસભા 2024 ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી પંચમહાલ લોકસભા બેઠક માટે તેઓ દ્વારા ટિકિટ ની માંગણી કરવામાં આવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી ન હતી. બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ શૈલેશ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલની રાજકીય પાર્ટીઓ દ્વારા જાતિ આધારિત મેરીટ પ્રમાણે ટિકિટોની ફાળવણી કરવામાં આવે છે જે લોકશાહીના મૂલ્યોને વિપરીત છે. ઓછા ભણતર ધરાવતા ઉમેદવારો અને જાતિ આધારિત મેરીટ ધરાવતા ઉમેદવારોને ટિકિટો આપવામાં આવે છે. જેને લઈને તેઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને લોકસભા 2024 ની ચૂંટણીમાં વિવિધ મુદ્દાઓને લઈને તેઓ લોકો સમક્ષ જશે અને ચૂંટણી પ્રચાર કરશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!